જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પેપર
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ફરી ચેક કરાતા માર્કસ વધારવાનું વધુ એક
કૌભાંડ સામે આવ્યું હતું. ત્યારે વિદ્યાર્થીઓના
માર્કશીટમાં કોણ ચેડાં કરી રહ્યું છે? તે હજુ સુધી
સ્પષ્ટ બહાર આવ્યું નથી. જે બાબતે NSUI
દ્વારા નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે સૂત્રોચ્ચાર
કરી કુલપતિને રજૂઆત કરી અલ્ટીમેટમ આપ્યું
હતું. 4 દિવસમાં NSUIએ માંગેલી માહિતી
આપવામાં નહીં આવે તો યુનિવર્સિટી ખાતે
કુલપતિની ચેમ્બરમાં ધરણા યોજશે. કુલપતિની ચેમ્બરમાં ધરણા કરવાની ચીમકી
વધુમાં આ કોભાંડ બાબતે જણાવ્યુ હતું કે,
થોડા દિવસ પહેલા ભક્તકવિ નરસિંહ મહેતા
યુનિવર્સિટી દ્વારા પેપર રીચેકિંગના નામે પાસ
કરી દેવાનું કૌભાંડ બહાર આવ્યું છે. કુલપતિ
દ્વારા આ બાબતે તપાસ કમિટીની રચના પણ
કરવામાં આવી છે પરતું તેમ છતાં એક જાગૃત
વિદ્યાર્થી સંગઠન તરીકે યુનિવર્સિટીની સ્થાપના
થઇ ત્યારથી લઈ આજ દિવસ સુધી તમામ
ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા પેપર રિએસેમેન્ટ,
RTI,પેપર રીચેકિંગ કરવામાં આવ્યાં હોય એવા
તમામ વિદ્યાર્થીઓનું લીસ્ટ NSUIને આપવામાં
આવે અને જો આગામી 4 દિવસમાં આ લિસ્ટ
NSUIને આપવામાં નહી આવે તો RTIના
માધ્યમથી માહિતી માંગશે અને જરૂર પડે NSUI
તેમજ કૉંગ્રેસ પક્ષ કુલપતિની ચેમ્બરમાં ધરણા
પણ યોજશે અને આ વિદ્યાર્થીને ન્યાય તેમજ
દોષીતોને સજા આપવાનું કામ કરશે.