માતાજીના આરાધના પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. જેમાં રાસોત્સવના આકર્ષણ વચ્ચે પણ પ્રાચીન ગરબીમાં રમાતા અમુક રાસ નવરાત્રિ પર્વના આત્મીયતાને ઉજાગર કરવાની સાથે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનીને ઉભરી આવ્યા છે. આવો જ હિન્દુ સંસ્કૃતિની અનુભુતી કરાવતો રાસ જિલ્લાના કોડીનાર તાલુકાના પાવટી ગામે વર્ષોથી યોજાતી વરૂડી ગરબી મંડળમાં રમાતો જોવા મળે છે.   આ ગરબીમાં ગામના યુવાનો ગોવાળનો પહેરવેશ ધારણ કરીને ખેલૈયા રાસ રમી માતાજીની આરાધના કરે છે. આ ખેલેયા રાસ ગરબીમાં રમતા માટે યુવાનો દ્વારા ઘણી દિવસો સુધી પ્રેક્ટિસ કરે છે. ત્યારબાદ નવરાત્રિ પર્વે ગામની વર્ષો જૂની પ્રાચીન ગરબીમાં ખેલેયા રાસ રમે છે. આ રાસ આકર્ષણનું કેન્દ્ર બની ગયો હોવાથી મોટી સંખ્યામાં આજુબાજુના ગામના ગ્રામજનો અને પંથકવાસીઓ ઉમટે છે. આ પ્રાચીન ગરબીમાં ગામમાં વસતા તમામ સમાજની દીકરીઓ તો રાસ રમી માતાજીની આરાધના કરે છે. આ સાથે છોકરાઓ પણ રાસ રમીને નવરાત્રિની સૌ સાથે મળીને ઉજવણી કરી રહ્યા છે.