ગીર સોમનાથ જિલ્લાના દરીયાકાંઠેથી ચરસનો જથ્થો મળવાના મામલે તપાસ કરી રહેલી સુરક્ષા એજન્સીઓના ધ્યાને ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. જેમાં જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સરકારી જમીનો ઉપર અને લેન્ડીંગ પોઈન્ટો નજીક ગેરકાયદેસર પાકા બાંધકામો ખડકાઈ ગયા છે. જે કોસ્ટલ સુરક્ષા માટે જોખમી હોવાથી આજરોજ પોલીસ, રેવન્યુ અને વહીવટી તંત્રની સંયુક્ત ટીમોએ તવાઈ બોલાવી બપોર સુધીમાં 12 જેટલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડ્યા છે. આ કાર્યવાહી અવિરત હજુપણ ચાલુ રહેશે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે.
ગીર સોમનાથ જિલ્લામાં દરીયાકાંઠાના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા; સરકારી જમીનો પરા 12 પાકા બાંધકામો જમીનદોસ્ત કરાયા
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/10/nerity_5590eb282b9d4749875ee2c938e80463.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)