રાષ્ટીય શૈક્ષિક મહાસંધ સિહોર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ના ૭૫ વર્ષની ઉજવણી અંતર્ગત અખિલ ભારતીય રાષ્ટીય શૈક્ષિક મહાસંધ દ્વારા આયોજીત ૧ લી ઓગસ્ટના રોજ દેશ ના એક લાખથી વધુ શાળાઓમાં ભારતમાતા પૂજન અને શહીદ પરિવારો ના સન્માન કરવાના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. આઝાદી કાઅમૃત?મહોત્સવ ના ૭૫ વર્ષની
ઉજવણી અંતર્ગત રાષ્ટીય શેક્ષિક મહાસંધ સિહોર ના અધ્યક્ષશ્રી દીપસંગભાઈ ચુડાસમા દ્વારા શ્રી હુંઢસર પ્રાથમિક શાળામાં ભારતમાતા પૂજન ક્રાયકર્મ નું આયોજન કરવામાં આવેલ.જેમાં ભારતમાતા ની સમૂહઆરતી કરવામાં આવેલ.ઉપસ્થિત બાળકો અને શિક્ષકો દ્વારા ભારતમાતાનું પૂજન કરવામાં આવેલ.ભારતમાતા પૂજન કાર્યક્રમ વિશે રાષ્ટીય શૈક્ષિક મહાસંઘ સિહોર ના અધ્યક્ષશ્રીદીપસંગભાઈ ચુડાસમા એ મનનીય વક્તવ્ય આપેલ.રાષ્ટ્ીય શૈક્ષિક મહાસંધ સિહોર ના સંગઠન મંત્રી નિરવભાઈ ચૌહાણ દ્વારા મોટાસુરકા પ્રાથમિક શાળામાં, શૈક્ષિક મહાસંધ સિહોરના મંત્રી પ્રણવભાઈ વ્યાસ દ્વારા સિહોર કે.વ.શાળામાં, રાષ્ટીય શેક્ષિક મહાસંઘ સિહોરના જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી અશોકભાઇ ઉલવા દ્વારા રાજપરા ટાણા પ્રા શાળામાં, વરિષ્ઠ ઉપાધ્યક્ષ ધીરુભાઈ ; સોલંકી દ્વારા ચોરવડલા પ્રાથમિક શાળામાં,ધીડ સુખદેવભાઈ દ્વારા ઉખરલા પ્રા.શાળામાં,હિતેશભાઈ કુંવરાણી દ્વારા નેસડા પ્રા શાળામાં,પટેલ રાજેન્દ્રકુમાર દ્વારા ભૂતિયા કે.વ.શાળામાં ભારતમાતા પૂજન. કરવામાં આવેલ.સમગ્ર કાર્યકમ ને સફળ બનાવવા રાષ્ટ્રીય શેક્ષિક મહાસંધ સિહોર દ્વારા જહેમત ઉઠાવી હતી
 
  
  
  
   
  