ખેડા 

મહુધા ના વડથલ ખાતે આઠમ નો મહા પર્વ યોજાયો 

હાલ ચાલી રહેલા નવરાત્રી પર્વ મા આઠમા નોરતા નું મહત્વ વધુ ગણવામાં આવે છે ત્યારે મહુધા તાલુકાના વડથલ ગામે જે રીતે આઠમ ઊજવવા માં આવે છે તેની વાત અને આકર્ષણ અલગ છે 

આઠમ ની રાત્રે વડથલ ના લોકો પાછલા 60 વર્ષો થી વધુ સમય થી વહાણવટી માતા નું વહાણ બનાવા મા આવે છે અને તેને સંપૂર્ણ ગામ માં ફેરવવા માં આવે છે 

આ વહાણ માત્ર ના દર્શન થી જ લોકો ની મનોકામનાઓ પૂર્ણ થાય છે આ પ્રસંગે વડથલ સહિત આજુબાજુ ના 10 ગામડાઓ ના લોકો અહીં પધારી આનંદ લે છે

જેમાં ગામના યુવાનો દ્વારા અલગ અલગ રૂપ ધરવામાં આવે છે .આ વખત નું ખાસ. યુ પી. ના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથ ના રૂપે ખાસ આકર્ષણ જમાવ્યું હતું જેમાં હજારો ની સંખ્યા માં લોકો નિહાળવા આવ્યા હતા.

રિપોર્ટ ઈરફાન મલેક મહુધા