કેન્દ્ર અને ગુજરાત કોંગ્રેસમાં મહત્વનું સ્થાન ધરાવતા અહેમદ પટેલના નિધન બાદ આ જગ્યા કોઈ લઈ શક્યું નથી અને કોંગ્રેસમાં જબરદસ્ત ખોટ વર્તાઈ રહી હોવાનું ખુદ કોંગ્રેસીઓ કબૂલ કરી રહયા છે ત્યારે અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ હવે ધીરેધીરે પિતાના પગલે પગલે રાજકારણમાં સક્રિય થઈ શકે તેવો માહોલ ક્રિએટ થઈ રહ્યો છે.
તાજેતરમાં તિસ્તા સેતલવાડ મામલે એસઆઈટીના રિપોર્ટમાં અહેમદ પટેલનું નામ ઉછળ્યા બાદ રાજકીય માહોલ ગરમાયો હતો ત્યારે મર્હુમ અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ પ્રતિકારરૂપી નિવેદનો કરી ચર્ચામાં આવ્યા હતા, જેના મુમતાઝ પટેલ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં સક્રીય થવાની અટકળો તેજ બની છે.
ટવીટર હેન્ડલમાં મુમતાઝ પટેલ સક્રીય રાજકારણીની ભૂમિકામાં નજરે પડી રહ્યા છે. તેમણે એક ટવીટમાં લખ્યું છે- વો દીન દૂર નહીં, જબ એક ડોલર મેં એક લિટર પેટ્રોલ મિલેગા… અચ્છે દિન આનેવાલે હૈ. આમ કહીને તેણે મોંઘવારી મામલે સરકાર પર નિશાન સાધ્યું હતું. હાલ તો મુમતાઝ સક્રીય રાજકારણથી દૂર છે અને સામાજીક કાર્યો કરી રહ્યા છે. હવે છેલ્લા ઘણા સમયથી રાજકીય માહોલની નજીક જવાની કોશીશ કરી રહ્યા છે. જો કે મુમતાઝ પટેલે હજુ સતાવાર જાહેરાત નથી કરી પણ તે સક્રીય રાજકારણમાં આવી શકે છે.
હાલ,મુમતાઝ પટેલ જે રીતે એક્ટિવ જણાય રહયા છે તે જોતા આગામી દિવસોમાં ચિત્ર ક્લીઅર થઈ જશે.