છાસિયા ગામેથી ઝાલોદ પોલીસે ઇંગ્લિશ દારૂ ઝડપ્યો.એક મહિલા સામે ગુનો નોધાયો.

ઝાલોદ પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલિંગમા હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે છાસીયા ગામે શારદાબેન રૂપાભાઇ સુવર તેના મકાનમાં ભારતીય બનાવટના ઇંગલિશ દારૂનું વેચાણ કરે છે આવી બાતમી મળતા ઝાલોદ પોલીસે બાતમી રેડ કરતા બાતમી સ્થળેથી કાપડની થેલી માંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બીયરની ત્રણ બોટલો મળી આવી હતી પરંતુ ઘરે કોઈ હાજર મળી આવ્યું ન હતું જેથી ઝાલોદ પોલીસે દારૂ કબજે લઈને ફરાર મહિલા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે