મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામે પૂર્વ સરપંચ દ્વારા માટી ખનન આક્ષેપ લગાવ્યો...??!! તો હાલમાં સરપંચ પદે ફરજ બજાવતા સરપંચે આ આક્ષેપો ને પાયાવિહોણા બતાવી તમામ આક્ષેપોને વખોડ્યા...!!!!!
વરસોલા ગામ માં આવેલ મોહનપુરા વિસ્તારના બોરિયા નાર જે લોકમુખે ચર્ચા મુજબ ખેડૂતોના હક્ક દાવાની હોય અને લગભગ ત્યાંથી રોજ પચાસેક માણસ અવર-જવર કરે છે અને તેઓને દર ચોમાસા બાદ રોલર ફેરવી તેને ઉપયોગ લાયક કરવી પડે છે.
તો આ વખતે પણ ચોમાસા બાદ આ નાર ને ઉપયોગ લાયક કરવા માટે ડેપ્યુટી શ્રી વર્ષાબેન નિમેષભાઈ પટેલ એટલે નિમેષભાઈ તેમજ અન્ય ખેડૂતો દ્વારા પોતાના સ્વખર્ચે નહીં કે પંચાયતના ખર્ચે લેવલ કરવામાં આવ્યું હતું અને વધેલ માટી વરસોલા ગામ માં આવેલ જ્યાં પાણી ભરાવવાથી ખાડો પડેલ હોય તેથી રાવળવાસ અને ભાથીજીના મંદિરે વધેલ માટી નાખતા પૂર્વ સરપંચ દ્વારા સરપંચ, ડેપ્યુટી સરપંચ ઉપર માટી ખનન નો આક્ષેપ લગાવવામાં આવ્યો છે અને તેને લઈને આવેદનપત્ર પણ આપવામાં આવેલ છે.
તો પૂર્વ સરપંચ દ્વારા લગાવેલ તમામ આક્ષેપો ને પાયા વિહોણા અને તદ્દન ખોટા છે તેવું તેમનું માનવું અને કહેવું છે.