આદિત્યાણા હાઈસ્કૂલ આદિત્યાણાના પટાંગણમાં રાસોત્સવ 2022 નું ભવ્ય આયોજન કરવામાં આવેલ

 આ રાસમહોત્સવની શરૂઆત આધશક્તિની આરતી અને દીપ પ્રાગટ્ય દ્વારા શરૂઆત કરવામાં આવેલ .

આ કાર્યક્રમમાં પોરબંદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન લખમણભાઇ ઓડેદરા, નગરપાલિકાના પ્રમુખ જીવીબેન ઓડેદરા તેમજ ઉપપ્રમુખ રાજાભાઈ પાંડાવદરા, શહેર ભાજપના મહામંત્રી માલદેભાઈ મોઢવાડિયા ,મહેર અગ્રણી કાનાભાઈ મોઢવાડિયા, કોળી સમાજના આગેવાન લીલાભાઈ ડાકી, તેમજ અન્ય આગેવાનો એભાભાઈ દાસા, કરસનભાઈ તેમજ અરશીભાઈ, રામભાઈ ઓડેદરા, અજાભાઈ રાઠોડ હાજર રહેલ.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ રાસોત્સવમાં ડીજે મ્યુઝિકના સથવારે વિદ્યાર્થીઓએ રાસ ગરબા અને સુપ્રસિદ્ધ મણિયારા રાસની રમઝટ બોલાવી ઉત્સાહભેર ભાગ લીધો હતો

આ રાસોત્સવમાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉત્કૃષ્ટ વેશ પરિધાન તેમજ બેસ્ટ પ્લેયર કેટેગરીમાં પ્રથમ દ્વિતીય તૃતીય એમ બંને કેટેગરીમાં વિજેતાઓને શીલ્ડ એનાયત કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ

આ કાર્યક્રમમાં અવિરતપણે શરબત વિતરણ કરવામાં આવેલ તેમજ પ્રસાદ વિતરણ કરવામાં આવેલ અને કાર્યક્રમ પૂર્ણ થયેલ નાસ્તાનું સુંદર આયોજન કરવામાં આવેલ

આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં હાઈસ્કૂલના તમામ સ્ટાફ તેમજ નગરપાલિકા દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવેલ અને સવદાસભાઇ ઓડેદરા હાજર રહેલ

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય લાખણશીભાઈ ઓડેદરા દ્વારા કરવામાં આવેલ