GMC ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયો માનનીય દાદા દાદી - નાના નાની માટે એક ભવ્ય વિશેષ દિવસ ...

જીએમસી ઇન્ટરનેશનલ સ્કૂલ હંમેશાથી નવીન આયોજન કરી બાળકો ને વિશેષ અનુભવો આપે છે. વિશ્વ વૃદ્ધ દિવસના અવસરે, જીએમસી શાળાએ જી.એમ.સી સ્કૂલ માં ભણતા બાળકોના દાદા દાદી - નાના નાની માટે એક ખાસ દિવસનું આયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓ તેમના દાદા દાદી - નાના નાની સાથે એક સરસ મજાનો દિવસ માણવા સ્કૂલ માં આવ્યા હતા. શાળાએ દાદા દાદી - નાના નાની માટે મનોરંજક રમતો, પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. માનનીય વડીલોએ વિવિધ મનોરંજક રમતોનો આનંદ માણ્યો અને ફરીથી બાળકની જેમ રમીને ખુબજ ખુશ થયા હતા. બધા દાદા-દાદીઓ - નાના નાનીઓ એ દિવસ દરમિયાન ખૂબ આનંદ કર્યો અને તેમના માટે એક આવા વિશિષ્ટ દિવસના આયોજન કરવા બદલ શાળાના પ્રયત્નોની પ્રશંસા કરી. શાળાએ ગ્રાન્ડ પેરેન્ટસ્ અને બાળકોની એક હેન્ડપ્રિન્ટ એક્ટિવિટી અને એમના માટે એક ખાસ સેલ્ફી બૂથ પણ ગોઠવીને આ દિવસને યાદગાર બનાવ્યો હતો જ્યાં તેઓએ તેમના પૌત્રો સાથે ફોટા પડાઈવા હતા. અમુક ગ્રાન્ડ પરેન્ટસ્ દ્વારા ગીતો નું પણ ગાયન કરવા માં આવ્યો અને અંત માં નાસ્તા સાથે આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. એકંદરે બધા માનનીય દાદા દાદી ને આનંદ માણતા જોવું એક અદ્ભુત અનુભવ હતું.


 આ સમારોહ દરમિયાન આચાર્ય ગરિમા જૈન અને ડિરેક્ટર પૂર્ણેશ જૈન પણ હાજર રહ્યા હતા. આ ઇવેન્ટને ભવ્ય રીતે સફળ બનાવવા માટે પ્રીફેક્ટ ટીમ અને શિક્ષકોએ સખત મહેનત કરી હતી.