પોરબંદર જીલ્લાના રાણા બોરડી પ્રાથમિક શાળાના પટાંગણમાં રાણાબોરડી ગામમા સરકારની અલગ અલગ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા મકાન સોંપવાનો કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.


 આ કાર્યક્રમ અંતર્ગત પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આંગણવાડી કેન્દ્ર દ્વારા વાનગી હરીફાઈના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી યોજના અંતર્ગત મકાન સહાય મેળવવા મકાનમાં રંગોળી કરી, લાઈટીગથી સુશોભિત કરવામાં આવ્યું હતું 


આ કાર્યક્રમમા પોરબંદર જીલ્લા પંચાયત સભ્ય લક્ષ્મીબેન મોરી, રાણાવાવ તાલુકા પંચાયત પ્રમુખ સામતભાઈ મોઢવાડીયા, તાલુકા વિકાસ અધિકારી કોચલા સાહેબ, આંકડા શાખામાંથી રાજુભાઈ ઓડેદરા , તાલુકા પંચાયત કચેરીમાંથી જોશનાબેન, પ્રાથમિક શાળાના આચાર્ય બાપોદરા સાહેબ, સરપંચ  સાંગાભાઈ મોરી, તલાટી મંત્રી આશિષભાઈ અમલાણી, શિક્ષણગણ , મકાન સહાયના લાભાર્થીઓને, આંગણવાડી કાર્યકરો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો.