લાઠી તાલુકાના આંબરડી થી રસનાળ સુધીનો ૨.૫૦ કિલોમીટરનો માર્ગ રૂ. બે કરોડના ખર્ચે બનશે..

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા મંજૂરી પત્ર ગ્રામરણીને સુપ્રત કરવામાં આવ્યો

  લાઠી તાલુકાના આંબરડીથી રસનાળ સુધીનો નોનપ્લાન રસ્તો ૨.૫૦ કિલોમીટરનો માર્ગ બે કરોડ ના ખર્ચે રાજ્ય સરકારમાંથી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે મંજુર કરાવી મંજૂરી પત્ર સરપંચ શ્રી પૂર્વ સરપંચ બાલાભાઈ સહિતના ગ્રામજનોને સુપ્રત કરતા સ્થાનિક ગામના લોકો અને રાહદારીઓમાં રાહત ની લાગણી પ્રસરી ગઈ હતી.

  લાઠી તાલુકાના આંબરડી થી રાજકોટ ભાવનગર નેશનલ હાઇવે ને જોડતો રસનાળ સુધીનો નોન પ્લાન માર્ગ ૨.૫૦ કિલોમીટરનો સ્ટેટ હાઇવે સુધી નો માર્ગ અતિ બિસમાર હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ અન્ય રાહદદારીઓને પસાર થવામાં ભારે હાલાકી નો સામનો કરવાની ફરજ પડતી તેમજ અકસ્માત સર્જવા ની ભીતિ પણ સતાવી રહી હતી ત્યારે સ્થાનિક ગામના સરપંચ તેમજ ગામના અગ્રણીઓ દ્વારા નવા રસ્તા ની રજુઆત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને કરવામાં આવતા તેઓ દ્વારા તાત્કાલિક અસરથી રાજ્યના માર્ગ અને મકાન વિભાગ ને રજુઆત કરી રસ્તો મંજુર થતા લોકોમાં રાહત ની લાગણી સાથે ખુશી પ્રસરી ગઈ હતી.. આ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ કાકડીયા તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.