"તરણેતરના મેળામાં આ વર્ષથી સાંસ્કૃતિક સ્પર્ધાઓની શરૂઆત કરવામાં આવી છે. તેનાથી અનેક કલાકારોને તેમની કળા રજૂ કરવા માટેનો સત્તાવાર મંચ મળ્યો છે" - આ શબ્દો છે લોક-કલાકાર શ્રી રવીન્દ્ર સોલંકીના.શ્રી રવીન્દ્ર સોલંકી સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના રહીશ છે અને તેમણે તરણેતરના મેળામાં યોજાયેલી સાંસ્કૃતિક સ્પર્ધામાં દુહા-છંદ શ્રેણીમાં ભાગ લીધો હતો અને તેઓ પ્રથમ ક્રમે આવ્યા છે. શ્રી રવીન્દ્ર કહે છે કે, તરણેતરના મેળામાં ઝાલાવાડની આગવી સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. દુહા છંદના માધ્યમથી અનેક કલાકારો આપણી આગવી સંસ્કૃતિને સરળ ભાષામાં લોકો સમક્ષ પીરસે છે. અહીં સાંસ્કૃતિક સ્પર્ધાઓના આયોજનથી અનેક નાના કલાકારોને પોતાની કલા અને પ્રતિભા રજૂ કરવા માટે સત્તાવાર મંચ મળ્યો છે. તેમણે કલાકારોને અપીલ કરી હતી કે, ગુજરાત સરકાર દ્વારા જ્યારે આપણા લોક સંસ્કૃતિના વારસાને જીવંત રાખવા માટે આટલો સરસ પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે કલાકારોએ તેમાં જોડાવું જોઈએ અને લોક સંસ્કૃતિની ધારાને આગળ વહાવવી જોઈએ. આટલા સુંદર આયોજન બદલ તેમણે ગુજરાત સરકાર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગનો આભાર માન્યો હતો.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
*ભરતકામની સ્પર્ધાથી અનેક બહેનોની કલા ઉજાગર થઈ; ઈલાબહેન સોલંકી*
સુરેન્દ્રનગરમાં રહેતા ઈલાબહેન સોલંકી સહિત પાંચ બહેનોએ પરંપરાગત ભરત-ગૂંથણની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ઈલાબહેન પ્રથમ ક્રમે આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આવી સ્પર્ધાના આયોજનથી અનેક બહેનોની કળા ઉજાગર થઈ શકે છે. જેનાથી અનેક બહેનોને રોજગારીમાં પણ વધારો થઈ શકે છે.