ધારાસભ્ય પરેશ ધાનાણી, જીલ્લા યુથ કોંગ્રેસ ના દેવરાજ બાબરીયા સહીત ના નેતાઓ ઉપસ્થિત રહ્યારાજીવ ગાંધી કિક્રેટ ટુર્નામેન્ટ માટે ક્રિકેટ કીટ નુ કરાયું વિતરણ વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીક આવતા કોંગ્રેસ પક્ષે અમરેલી જિલ્લા ની વિધાનસભામાંઓમા અનેક કાર્યક્રમો આપી યુવા વર્ગને વધુ આકર્ષવા માટે અને તેમનામાં રહેલી આવડતને સ્થાન આપવા માટે યુવક કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધી ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવેલ જેના આજે બીજા તબક્કામાં કુકાવાવ વડીયા મતવિસ્તારમાં વડીયા ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટ સંમેલન તેમજ યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં આસપાસના વિસ્તારના અસંખ્ય યુવાનોએ આયોજનનો લાભ લીધો હતો જોગાનું જોગ રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી તેમજ લાલ બહાદુર શાસ્ત્રી જન્મ જયંતી હોય ત્યારે તેમના તૈલી ચિત્રને સુતર ની આટી પહેરાવી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં આ વિસ્તારના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી ની આગેવાનીમાં જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ દેવરાજ બાબરીયા દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વડીયા કુકાવાવ યુવક કોંગ્રેસ ટીમ દ્વારા જહેમત ઉઠાવવા માં આવી હતી. આ કાર્યક્રમ માં અમરેલી જિલ્લા કોંગ્રેસ ના હોદેદારો
, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.