જેતપુર જવાનો મુખ્ય રસ્તો ગેરંટી પિરિયડ માં હોવા છતાં રીપેર થતો નથી

કિસાન કોંગ્રેસ ના પ્રમુખ સત્યમ માકાણી ની આગેવાની માં કોંગ્રેસ દ્વારા ઉગ્ર દેખાવો 

વડિયા

અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા ના રાજકોટ અને જૂનાગઢ જિલ્લા ની સરહદે આવેલા હનુમાન ખીજડીયા ગામ નજીક રાજકોટ જિલ્લા નુ જેતપુર શહેર નજીક આવેલુ હોય ત્યારે આ વિસ્તાર ના લોકો સારા, નરસા પ્રસંગની ખરીદી ઉપરાંત તમામ મેડિકલ સુવિધાઓ અને ખાણીપિણી ની સુવિધાઓ માટે લોકો રોજ હનુમાન ખીજડીયા થી ચારણ સમઢીયાળા ને જોડતા રસ્તાનો ઉપયોગ કરે છે. આ રસ્તો બન્યા બાદ તે ટૂંકા સમયમાં બિસ્માર બનતા હાલ આ રસ્તા પર વાહન ચલાવવું મુશ્કેલી રૂપ બન્યું છે. ત્યારે બીમાર લોકો, મહિલાઓની પ્રસુતિ માટે જેતપુર હોસ્પિટલ માં જવા માટે ખુબ મુશ્કેલી નો સામનો ઘણા સમય થી લોકો કરી રહ્યા છે.ગામલોકોના જણાવ્યા અનુસાર આ રોડ હાલ પણ ગેરંટી પીરિયડ માં હોય આ બાબતે અમરેલી જિલ્લા કાર્યપાલક ઈજનેર નેતારીખ12/10/2020,11/12/2020 અને 06/07/2021ના રોજ લેખિત જાણ કરી રિફ્રેસીંગ ની માંગણી કરવામાં આવેલી હતી. ત્યાર બાદ આ બાબતે જિલ્લા કલેક્ટર ને પણ 26/09/2022ના રોજ લેખિત જાણ કરીને રોડનુ રિફ્રેસીંગ દિન છ (6)માં કરવા માંગણી કરાઈ હતી અન્યથા ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન ની ચીમકી પણ આપવામાં આવી હતી. વારંવાર રજુવાત ના કરવા છતાં પણ ગેરંટી પિરિયડ નો રોડ રિફ્રેસીંગ કરવા બાબતે કોઈ ધ્યાન ના આપતા ગામલોકો દ્વારા જિલ્લા કોંગ્રેસ કિસાન સેલ ના પ્રમુખ સત્યમ માકાણી અને કોંગ્રેસી આગેવાનો ના નેતૃત્વ માં આંદોલન કરી આવનાર 15(પંદર દિવસ)માં ઉકેલ ના આવે તો ચૂંટણી બહિષ્કાર ની ચીમકી ઉચ્ચારવામા આવી છે. વાસ્તવ માં સમગ્ર પ્રકરણ માં કોન્ટ્રાકટર અને તંત્ર ની મીલીભગત ના કારણે રસ્તા નુ કામ થતુ નથી અને કોન્ટ્રાકટર ના નબળા કામની બેદરકારી ને અધિકારીઓ છાવરતા હોય તેવુ જોવા મળી રહ્યું છે.હવે આવનારા સમય માં સરકાર અને તંત્ર જાગી ને લોકોની મુશ્કેલીઓ દૂર કરે છે કે કોન્ટ્રાકટર ને બચવવા ફરી આંદોલન ના માર્ગે લોકોને વાળે છે તેતો આવનારો સમય જ બતાવશે.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.