અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે દલિત સંમેલનમાં જણાવ્યું કે, મેં ધારાસભ્ય તરીકેની મારી 3 ટર્મની કારકિર્દીમાં સમતોલ વિકાસને પ્રાથમિકતા આપી છે. આજે પણ મારા વિસ્તારમાં કરોડો રૂપિયાના વિકાસના કામો ચાલુ છે.
ખાસ કરીને અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડનો અમલ કરાવવામાં આવ્યો હતો. Vs માટે કોર્પોરેશન તેમજ સરકારને બજેટ મંજૂર કરવા દબાણ કર્યું.
આજે મુખ્ય બાબત એ છે કે સમાનતા, એકતા અને ભાઈચારો જળવાઈ રહે. તમામ ધર્મો અને જાતિઓ અને સમાજના લોકોનો સમાંતર વિકાસ અને તમામ લોકો સુખેથી જીવે અને સુમેળમાં રહે તે મુખ્ય ધ્યેય છે.
આજે મોંઘવારી, બેકારી અને બેરોજગારીનું દૂષણ ઉધઈની જેમ લોકોમાં ઘર કરી ગયું છે અને પેટ્રોલ-ડીઝલ-રાંધણ ગેસ, ખાદ્યતેલ, સીએનજી-પીએનજી અને ખાદ્યપદાર્થોના ભાવ આસમાને છે અને પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. આજે લોકોની વચ્ચે જઈએ તો લોકોમાં ભાજપ પ્રત્યેનો રોષ ભભૂકી રહ્યો છે.
કોરોના રોગચાળા દરમિયાન, લોકોને હોસ્પિટલમાં પથારી માટે લડવું પડ્યું હતું અને હોસ્પિટલોની બહાર પણ દર્દીઓ ઓક્સિજન વિના રસ્તાઓ પર હતા.
ઉપરોક્ત તમામ મુદ્દાઓ પર ભાજપ નિષ્ફળ ગઈ છે. આ બધી બાબતોમાં લોકોનું ધ્યાન હટાવવા અને લોકોને ગેરમાર્ગે દોરવા ભાજપ ધર્મની રાજનીતિ કરી રહી છે, પરંતુ ગુજરાતની જનતા હવે સમજી ગઈ છે કે હવે લોકો ધર્મના રાજકારણમાં નહીં પડે. જનતા જાણે છે કે ભાજપના 27 વર્ષના શાસનમાં પ્રજા માત્ર ખોટુ ગુજરાત મોડલ રજૂ થતા આ જોઈને કંટાળી ગઈ છે. લોકો હવે વાસ્તવિકતાથી વાકેફ થયા છે. લોકો હવે કોંગ્રેસ પક્ષને મત આપવા તૈયાર છે.
મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી 125 બેઠકો સાથે સરકાર બનાવશે.