મહેસાણા : કડી તાલુકાના વીડજ ગામે એક અઠવાડિયા પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરીને દેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. તેમજ દેશી દારૂ બનાવવાના વોશનો નાશ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે રેન્જ આઇજી દ્વારા ફરજ દરમ્યાન બેદરકારી દાખવતા ઈન્ચાર્જ PI એસ.બી ધાસુરાને 2 દિવસ અગાઉ સસ્પેન્ડ કરાતાં સમગ્ર જિલ્લા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
કડી તાલુકાના વિડજ ગામે તલાવડીના કિનારે એક અઠવાડિયા પૂર્વે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરીને દેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. તેમજ દેશી દારૂ બનાવવાના વોશને નાશ કરવામાં આવ્યો હતો અને ત્રણ આરોપીઓને મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત અઢી લાખથી વધુ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો, જે મામલે ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમાએ કડીના ઈન્ચાર્જ PIને શુક્રવારે મોડી રાત્રે સસ્પેન્ડ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. કડી તાલુકાના વિડજ ગામેથી અઢી લાખથી વધુ દેશી દારૂનો જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરીને ઝડપ્યો હતો. જે મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ રેન્જ આઈજી દ્વારા સસ્પેન્ડ કરાયા હતા. ઉપરાંત મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી દ્વારા કડી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના PSI સહિતના 6 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા હતા. જેને પગલે કડી સહિત જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ મામલે મહેસાણા ડીવાયએસપી આરઆઈ દેસાઈને ટેલિફોનિક પૂછતાં તેમણે સમગ્ર મામલે હું અજાણ છું એમ જણાવ્યું હતું અને વાતને રદિયો આપી દીધો હતો. જ્યારે કડી પોલીસ સ્ટેશનના PI એન.આર પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ગત શુક્રવાર અને શનિવારે 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. જેમાં એક સાથે કડી પોલીસ સ્ટેશનના સાત પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાતાં સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.