મ્હે.પોલીસ અધિક્ષકશ્રી અમરેલી હિમકરસિંહ સાહેબની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ શ્રી એચ.બી.વોરા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાં ખુન અને લુટના ગુન્હાઓના આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપવા આવેલ જેના અનુસંધાને સાવરકુંડલાના રાજાભાઇ મોહનભાઇ સોલંકી નાઓના દીકરા સુરેશભાઇ રાજાભાઇ સોલંકી તથા તેના પત્નિ શોભાબેન તથા તેમના ચાર બાળકો સાવરકુંડલા ના શ્રધ્ધા સોસાયટી મા રહેતા હોય, જેઓ કોઇને કહ્યા વગર ક્યાક ચાલ્યા ગયેલ હોય, જેથી અરજદારશ્રી રાજાભાઇ મોહનભાઇ સોલંકી નાઓ દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સી.આર.એમ.એ નં -૯૫૦૧ / ૨૦૨૨ થી હેબીયર્સ કોપર્સ ની અરજી દાખલ કરેલ હતી . જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ ઇન્સપેકટર ડી.કે.વાઘેલાનાઓ દ્વારા ગુમ થનાર પરિવારને શોધી કાઢવા સા.કુંડલા ટાઉન પો.સ્ટે . ( ૧ ) પો.સબ.ઇન્સ . જે.એલ.ઝાલા તથા ( ૨ ) એ.એસ..આઇ હિગરાજસિંહ ગોહીલ તથા ( ૩ ) હેડ કોન્સ . ભાવીનભાઇ તથા ( ૪ ) હેડ કોન્સ . શક્તિસિંહ વાઘેલા તથા ( ૫ ) પો.કોન્સ . પીયુષભાઇ ઠાકર તથા ( ૬ ) પો.કોન્સ . જીતુભાઇ સરવૈયા તથા ( ૭ ) પો.કોન્સ . ચિંતનભાઇ મારૂ તથા ( 4 ) પો.કોન્સ . ગૌરવભાઇ બોર તથા ( ૯ ) હેડ કોન્સ . દેવેન્દ્રસિંહ ગોહિલ નાઓની અલગ અલગ બે ટીમો બનાવી સા.કુંડલા ટાઉન પોલીસે ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સના માધ્યમથી રાજાભાઇ સોલંકીના દીકરા સુરેશભાઇ રાજાભાઇ સોલંકી તથા તેના ચાર બાળકો ને ગોંડલથી શોધી લાવી હેબીયર્સ કોપર્સ ની અરજી અન્વયે નામ . ગુજરાત હાઇકોર્ટમા રજુ રાખવામા આવેલ . બાદ આ સુરેશભાઇ રાજાભાઇ સોલંકીના પત્નિ શોભાબેન ને શોધવાના બાકી હોય જેથી સાવરકુંડલા ટાઉન પો.સ્ટે . ના ઇન્ચાર્જ પો.ઇન્સ . કે.સી.રાઠવા તથા સર્વેલન્સ ટીમ દ્વારા સુરેશભાઇ ની પુછપરછ કરતા કોઇ સાચી હકીકત જણાવતો ન હોય જેથી સુરેશભાઇ ની યુક્તિ પ્રયુક્તિથી સતત પુછપરછ કરતા સુરેશભાઇ રાજાભાઇ સોલંકી ભાંગી પડેલ અને પોતે હકીકત જણાવેલ કે , તેઓને ઘણા સમયથી સાવરકુંડલામા રહેતા આરતીબેન સાથે આડા સબંધ હોય અને જેઓ તેના પરીવાર ની સાથે જ રહેતા હોય જેથી સુરેશભાઇ ને તેમની પત્નિ શોભાબેન સાથે ઝઘડાઓ થવા લાગેલ અને આ સુરેશભાઇ ને આરતીબેન સાથે આડા સંબંધ હોય અને તેમના પત્નિ આ સબંધ મા નડતર રૂપ થતા હોય જેથી સુરેશભાઇ તા .૨૭ / ૦૪ / ૨૦૨૨ ના રોજ તેમની પત્નિ શોભાબેન ને સુરત રહેતા હોય જ્યાથી સુરધનદાદા ના દર્શને જવાન છે તેમ કહી એકલા લીલીયા તાલુકાના લોકા ગામની સીમમા અવાવરુ જગ્યાએ લઇ જઇ સુરેશભાઇએ તેની પત્નિ શોભાબેન ને ગળે ટુપો આપી તેને મોતને ઘાટ ઉતારેલ જે હકિકત જણાવતા આ બનાવ બાબતે શોભાબેન ના ભાઇ રમેશભાઇ ધોહાભાઇ દાનાવાડીયા રહે બાબરા જી.અમરેલી વાળાએ ફરીયાદ આપતા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી.કલમ ૩૦૨ મુજબનો ગુન્હો દાખલ કરેલ અને આરોપી વિરુધ્ધ ધોરણસર ની કાર્યવાહી કરેલ છે . આમ સા.કુંડલા ટાઉન પોલીસે છેલ્લા છએક માસથી ગુમ થનાર શોભાબેન સુરેશભાઇ સોલંકીનુ તેના પતિ દ્રારા ગળાટુપો આપી હત્યા નીપજાવેલાનું શોધી કાઢેલ છે . * પકડાયેલ આરોપીઓ ( ૧ ) સુરેશભાઇ રાજાભાઇ સોલંકી ઉ.વ .૩૫ ધંધો.ખેતીકામ રહે.સા.કુંડલા આકાશી મેલડી માતાના મંદિર પાસે જી.અમરેલી કામગીરી કરનાર * સાવરકુંડલા ટાઉન પો.સ્ટે . ના ઇન્ચાર્જ પો.ઇન્સ . કે.સી.રાઠવા તથા પો.સબ.ઇન્સ . જે.એલ.ઝાલા તથા એ.એસ..આઇ હિગરાજસિંહ ગોહીલ તથા હેડ કોન્સ . ભાવીનભાઇ તથા હેડ કોન્સ . શક્તિસિંહ વાધેલા તથા પો.કોસ્ . પીયુષકુમાર ઠાકરે તથા પો.કોન્સ . જીતુભાઇ સરવૈયા તથા પો.કોન્સુ . ચિંતનભાઇ મારૂ વિગેરે જોડાયા હતાં.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.