ઓક્ટોબરની શરૂઆત સાથે જ દેશમાં કોરોનાની ઝડપ પણ ધીમી થવા લાગી છે. દેશમાં સતત ત્રીજા દિવસે કોરોના વાયરસના કેસમાં ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં COVID-19ના 3 હજાર 11 નવા કેસ નોંધાયા છે. એક દિવસ અગાઉની સરખામણીમાં છેલ્લા 24 કલાકમાં મળી આવેલા કેસની આ સૌથી ઓછી સંખ્યા છે.

સતત ત્રીજા દિવસે કોરોનાના કેસ ઓછા જોવા મળ્યા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, એક દિવસ પહેલા 2 ઓક્ટોબરે દેશમાં 3 હજાર 375 નવા કેસ જોવા મળ્યા હતા. અગાઉ 1 ઓક્ટોબરે 3 હજાર 805 નવા કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,011 નવા કેસ નોંધાયા છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. આ સિવાય સક્રિય કેસોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 36,126 થઈ ગઈ છે.

સક્રિય કેસમાં ઘટાડો થયો 

આ સિવાય દેશમાં અત્યાર સુધીમાં ચાર કરોડથી વધુ કોરોના રોગચાળાના કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડ 45 લાખ 97 હજાર 498 કેસ મળી આવ્યા છે. જ્યારે 4 કરોડ 40 લાખ 32 હજાર 671 લોકો કોરોના રોગચાળામાંથી સાજા થયા છે. દેશમાં પાંચ લાખથી વધુ લોકોએ કોરોના મહામારીને કારણે જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં 5 લાખ 28 હજાર 701 લોકોના મોત થયા છે.

અત્યાર સુધીમાં કોરોના વાયરસના 4,40,32,671 દર્દીઓ સાજા થયા છે. જણાવી દઈએ કે દેશમાં કોરોના રસીકરણની સંખ્યા પણ સતત વધી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં 218 કરોડ 77 લાખ 6 હજાર 75 લોકોને કોરોનાનો ડોઝ આપવામાં આવ્યો છે