પાવીજેતપુર શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલ એન.એસ.એસ. યુનિટ દ્વારા ઉત્સાહ-ઉમંગ સાથે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

              પાવીજેતપુર શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઇસ્કૂલના આચાર્ય સંજયભાઈ શાહના જણાવ્યા મુજબ બીજી ઓક્ટોબર ના રોજ શાળામાં રજા હોવા છતાં હાઈસ્કૂલના એન.એસ.એસ યુનિટ દ્વારા ગાંધીજયંતીની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી. એન.એસ.એસ. યુનિટના બાળકો વહેલી સવારથી શાળાએ આવી ગયા હતા જે બાળકો રેલી સ્વરૂપે નગરની ગલીએ-ગલીએ પહોંચી ગગન ભેદી નારાઓ લગાવી ગાંધીજીનો અહિંસા નો સંદેશો નગરજનોમાં પહોંચાડ્યો હતો.

             બાળકોમાં ગાંધીજીના ગુણો ઊતરે તે પ્રમાણે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને અહિંસા સર્વ ધર્મ અંગે બાળકોને વિસ્તારથી સમજાવવામાં આવ્યા હતા. બાળકોએ ગાંધીજયંતી નિમિત્તે ગાંધીજી ના ગુણો પોતાના જીવનમાં ઉતારવા અંગે સંકલ્પના કરી હતી તેમજ ગાંધી જિંદાબાદના ગગન ભેદી નારાઓ લગાવ્યા હતા.

            આમ, પાવીજેતપુર હાઈસ્કૂલ એન.એસ.એસ.યુનિટ દ્વારા ઉત્સાહ-ઉમંગ સાથે ગાંધી જયંતીની બાળકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.