ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાની ફરિયાદ કરવા માટે વોટ્સએપ નંબર જાહેર કરવા માંગ ઉઠી
સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકા મા પ્રાથમિક સુવિધા ન મળતી હોવાની ફરિયાદ કરવા માટે નગરપાલિકા દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરવા માટે માંગ ઉઠી છે ધ્રાંગધ્રા શહેરમાં પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, ગટર, સફાઈ, સ્ટ્રીટ લાઈટ, જેવી પ્રાથમિક સુવિધા ન મળતી હોય તો વોટ્સએપ મારફત ફરિયાદ થાય તે હેતુથી ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરવા અને ફરિયાદનો ૪૮ કલાકમા નિકાલ થાય તે માટેનુ આયોજન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે હાલ ધ્રાંગધ્રા નગરપાલિકા મા કેટલાંક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા ન મળતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે
રિપોર્ટ:સાહરૂખ સિપાઈ ધ્રાંગધ્રા ૯૧૫૭૭૭૨૮૮૮