સિહોર શ્રી મારું કંસારા કેળવણી મંડળ દ્વારા તેજસ્વી તારલાઓઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટ તેમજ કેળવણી મંડળ દ્વારા વર્ષ:૨૦૨૦-૨૦૨૧ ના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ ભાવનગરના સિહોર ખાતે યોજાયો હતો. સિહોરના નિવૃત્ત નાયબ મામલતદાર અને જ્ઞાતિ રત્ન એવાં રમણીકભાઇ પરમારના અઘ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્ય કરીને શરૂ કરવામાં આવ્યો હતો. સિહોર શ્રી મારું કંસારા સમાજના સર્વશ્રેષ્ઠ પ્રમુખ તરીકે સ્વ.નલીનભાઇ પવારે કોરોના કાળમાં સમાજની અદભુત સેવા કરીને સમાજનું નામ રોશન કર્યું હતું. કોરોનાની સેવા કરતાં કરતાં તેઓ પણ કોરોનામાં સપડાયાં હતાં અને તેઓ પોતાને બચાવી શક્યા નહોતાં. આ ઉપરાંત સમાજના અન્ય સેવાભાવી લોકો જે કોરોના કાળમાં મૃત્યુ પામ્યાં છે તેઓને અંજલિ આપવામાં આવી હતી. સ્વ.નલીનભાઇ પવારનો કાર્યભાર પ્રમુખ તરીકે હાલ કાર્યકારી પ્રમુખ તરીકે હરીશભાઈ પવારને સોંપવામાં આવ્યો હતો. સમાજ તરફથી અને દાતાઓના દાન થી તેજસ્વી તારલાઓ શિક્ષણ, સ્પોર્ટ્સ,ચિત્ર સ્પર્ધા,સહિત હરીફાઈઓમાં અગ્રેસર રહી નંબર પ્રાપ્ત કરેલ હોય તેવાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાતિના પ્રમુખશ્રી હરીશભાઈ પવારની આગેવાની હેઠળ ,ટ્રસ્ટીશ્રીઓ, કારોબારી સભ્યો,સમસ્ત જ્ઞાતિજનો દ્વારા સફળ બનાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન મનીષ પરમાર અને કમલેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.