સુરત શહેરના હજીરા થી ઘોઘા રોરો ફેરી સમયસર ન ઉપાડતા રહીશોએ વિરોધ નોંધાવ્યો.
હજીરા-ઘોઘા રો-રો ફેરી સમયસર ન ઊપડતાં 1 હજાર લોકો 4 કલાક સુધી અટવાયા હતા
સુરતના હજીરાથી ઘોઘા જતી રો-રો ફેરીના સમયમાં ફેરફાર
કરવામાં આવતા મુસાફરો અટવાયા હતા. વહેલી સવારથી
રોરો ફેરીના સ્ટેશન ખાતે મુસાફરો પહોંચી ગયા બાદ
સમયસર શરૂ ન થતાં મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો.
સવારે 8 વાગ્યાને બદલે 11 વાગ્યા પછી રોરો ફેરી ઊપડશે
તેવા જવાબ મળતા મુસાફરો હેરાન-પરેશાન થઈ ગયા હતા.
લોકો સવારે 7 વાગ્યાથી હજીરા સ્થિત રો-રો ફેરી ટર્મિનલ
ખાતે આવી ગયા હતા. જેથી લોકો 4 કલાક સુધી અટવાાઈ ગયા હતા.
સુરતના હજીરા ખાતેથી ભાવનગરના ઘોઘા સુધી દરિયા
માર્ગેથી રો-રો ફેરી સુવિધા ચાલી રહી છે. સુરતથી રો-રો
ફેરીનો ઊપડવાનો સમય સવારે 8 વાગ્યાનો છે. જેને લઇને
મુસાફરોએ 7 વાગ્યા સુધીમાં આવી જવું પડતું હોય છે,
જોકે, આજે કોઈ કારણોસર રો-રો ફેરી સમયસર ઊપડી
શકી નથી. જેને લઇ યાત્રીઓમાં ખૂબ જ રોષ જોવા મળ્યો
હતો. સવારે 8 વાગે ઊપડતી રો-રો ફેરી ક્યારે ઊપડશે
તેનો મુસાફરોને કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આપવામાં
આવ્યો ન હતો. બાદમાં 11 વાગ્યા બાદ ઊપડશે તેવું
મુસાફરોને જણાવવામાં આવ્યું હતું. જેને લઈને વહેલી
સવારના આવેલા મુસાફરો રોષે ભરાયા હતા.