વેરાવળ પાટણ શહેરી વિસ્તારનો સેવાસેતુ કેમ્પ તા.૧ ઓકટોમબરના ખડખડમાં યોજાશે

ગીર સોમનાથ તા.૩૦: વેરાવળ પાટણ શહેરી વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ તા.૧.૧૦.૨૦૨૨ ના રોજ સવારે 9:00 કલાકે કોમ્યુનિટી હોલ, નવા રામ મંદિર પાસે, ખડખડ વેરાવળ ખાતે યોજવામાં આવશે.

            જેમાં સરકારશ્રીના વિવિધ ખાતાને લગતી સેવાઓને લગતા પ્રશ્નોનું નિરાકરણ એક જ સ્થળેથી મળી રહેશે. જેનો લાભ લેવા વેરાવળ પાટણ નગરપાલીકાની યાદીમાં જણાવાયુ છે.

0000000000