રાજુલા, જાફરાબાદ અને ખાંભાના ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું હતું કે, મારા વિધાનસભા મત વિસ્તારમાં અસંખ્ય ખેડૂતોએ ખેતીવાડીના નવા કનેક્શન માટે માંગણી કરેલ અને તેઓના નવા ખેતીવાડી કનેક્શન ઘણા સમયથી મંજૂર પણ થયેલ છે. અને ખેડૂતોએ નવા કોટેશનના રૂપિયા પણ સરકારમાં ભરી આપેલ છે. અને ખેડૂતોની માંગણી વાળા સ્થળ ઉપર વીજ વાયર પોલ કે ટ્રાન્સફોર્મર ઉભા કરવાની કામગીરી માણસોની તંગીના કારણે ધીમી ગતી એ કામ ચાલી રહ્યું છે. એવું જાણવા મળેલ છે. હાલ વરસાદની તંગી હોય અને ખેડૂતોનો શિયાળુ પાક સુકાઈ રહ્યો હોય જેથી મારા મત વિસ્તારના ખેડૂતો પી.જી.વી.સી.એલ કચેરીમાં ખેતીવાડીની લાઈન ઊભી કરવા માટે ધક્કા ખાઈ રહ્યા હોય તો આપ સાહેબને તાકીદે વધુ માણસોની ટીમ મૂકી અને ખેડૂતોને તાકીદે ખેતીવાડીનો પાવર ચાલુ કરાવવા માટે ધારાસભ્ય ડેરે ઉર્જા મંત્રીને રજૂઆત કરી છે......

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.