ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગંભીર ગુનાઓ કરી , નાસતા ફરતા આરોપી ઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં તથા બહારના જિલ્લાઓમાં ગુનાઓ આચરી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા અમરેલી જિલ્લામાં રહેતા આવા નાસતા ફરતાં આરોપીઓ ઉપર વોચ રાખી , પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે સુરત જિલ્લાના ઓલપાડ પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુ.ર.નં .૧૧૨૧૪૦૪૨૨૨૦૮૧૮ / ૨૦૨૨ , NDPC કલમ ૮ ( સી ) , ૨૦ ( બી ) , ૨૯ મુજબના કામનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય , મજકુર આરોપીને ગઇ કાલ તા .૩૦ / ૦૯ / ૨૦૨૨ ના રોજ ખાંભા તાલુકાના મોટા બારમણ ગામેથી પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ ખાંભા પોલીસ સ્ટેશનમાં સોંપી આપી , ઓલપાડ પોલીસ સ્ટેશન જાણ કરવા તજવીજ કરેલ છે . પકડાયેલ આરોપીની વિગતઃ ભયલુભાઇ નારૂભાઇ ખુમાણ , ઉં.વ .૪૨ , રહેમોટા બારમણ , તા.ખાંભા , જિ.અમરેલી , આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

રીપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.