અમરે તાલુકાની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં મધ્યાહન ભોજન સંચાલક, રસોઇયા, મદદનીશની આવશ્યક્તા છે. આ ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. અમરેલી તાલુકાના જૂના ગીરીયા, તરવડા, માળીલા, રંગપુર, રીકડીયા, સાંગાડેરી, નાના ભંડારીયા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકની નિમણુક માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જગ્યા માટે ધો.૧૦ પાસ હોય તેવી (અથવા એ ન હોય તો ધો.૦૭ પાસ) હોય તેવી સ્થાનિક વ્યક્તિ જ અરજી કરી શકે છે.
આ ઉપરાંત તરવડા, સાંગાડેરી, ખડખંભાળીયા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં રસોઈયાની આવશ્યકતા છે. આ માટે સ્થાનિક અનુભવી ઉમેદવારો અરજી કરી શકે છે. જ્યારે અમરેલી સુખનિવાસ કોલોની કન્યાશાળા-૦૧, તરવડા, નાના ગોખરવાળા, નાના ભંડારીયા, હરિપુરા, સાંગાડેરી, ખડખંભાળીયા, કે.કે.પારેખ શાળામાં મદદનીશની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે નમૂનાનું અરજીપત્રક મામલતદાર કચેરી, જિલ્લા સેવા સદન, ગ્રાઉન્ડ ફ્લોર, રાજમહેલ કમ્પાઉન્ડ, અમરેલી ખાતેથી મેળવી લેવું. તા.૦૭ ઓક્ટોબર,૨૦૨૨ના રોજ બપોરે ૩.૦૦ વાગ્યા પહેલા અરજી કરી રજૂ કરવું, તેમ મામલતદારશ્રી અમરેલી એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રીપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી .