ઠાસરાના બળિયાદેવ નાગેશ્વર મંદિર પાસે મગર દેખાતા સ્થાનિકોમાં ભય.

ઠાસરાઃ ઠાસરામાં બળિયાદેવ મંદિર વિસ્તારમાં આવેલા નાગેશ્વર મંદિરની સંરક્ષણ કમ્પાઉન્ડ દિવાલ પાસે બુધવારે મગર દેખાતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. મોટા તળાવ તથા મંદિરના બગીચામાં બાળકોના રમતગમતના સાધનો પાસેની તૂટેલી દિવાલ પાસે મગર જોઈને બાળકો પણ ગભરાઈ ગયા હતા. ત્યારે વન વિભાગ સત્વરે મગરને પાંજરે પુરે તેવી માંગ ઉઠી છે.