સુરેન્દ્રનગર શહેરના વડવાળા મંદિર દુધરેજ ધામ ખાતે યોજાયેલ નવરાત્રીમાં જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતે હાજરી આપી.હાલમાં હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર નવરાત્રીનો ભવ્યતાથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પણ અનેક જગ્યાઓ પર નવરાત્રી પર્વને પૂરી આસ્થા સાથે મનાવવામાં આવી રહ્યો છે ત્યારે દરેક ધાર્મિક સંસ્થાઓમાં પણ નવરાત્રીઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર ના દુધરેજ વડવાળા મંદિર ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને બાળાઓ તેમજ વિદ્યાર્થી ઓ ગરબાએ ઘૂમી રહ્યા છે.ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કનીરામ બાપુ તેમજ મુકુંદ સ્વામી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકને દુધરેજ વડવાળા મંદિર ખાતે યોજાતી નવરાત્રીમાં આમંત્રણ પાઠવ્યું હતું. અને જિલ્લા પોલીસ અધિક્ષક એ બાપુના આશીર્વાદ લીધા હતા.