સિહોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉમેશ મકવાણા જમીનીસ્તરના નેતા છે. એકદમ સૌમ્ય સ્વભાવ કોળી સમાજમાં ખૂબ મોટી નામના અને છતાં લેશમાત્ર અભિમાન નહિ તેવા ચુવા નેતા ઉમેશ મકવાણાનો કાલે જન્મ દિવસ છે જેઓ શાળાના બાળકોને ભોજન કરાવી જન્મ દિવસની ઉજવણી કરશે રાધે પેંડા નામની પેઢી ચલાવતા અને સિહોર મા રાધે પેંડાથી પોતાની કારકિર્દી શરૂ કરી દરેક સમાજમાં લોકચાહના સાથે વિશાળ મિત્ર મંડળ ધરાવતા ઉમેશ મકવાણાનો કાલે તા.1.ઓકટબરના રોજ જન્મદિવસ છે ઉમેશ મકવાણાએ રાજકીય ક્ષેત્રે પોતાનુ કીસ્મત અજમાવતા ભાજપના બેનર સાથે ચુંટણી લડ્યા હતા જંગી બહુમતી સાથે સિહોર નગરપાલિકાની ચુંટણી સૌથી નાની વયે વિજેતા બની નગરસેવક બન્યા હતા કોર્પોરેટર થી લઈ નગરપાલિકાના પ્રમુખ પણ બન્યા હતા સાથે ભાવનગર જીલ્લાના મહામંત્રી પણ રહી ચૂકયા છે સમાજમાં અનેક સેવાકીય કાર્યો ઉમેશે કર્યા છે એક સામાન્ય પરીવારમા જન્મ લઈ પોતાના પિતા ધરમશીભાઈ સાથે પરીવારનુ પણ નામ રોશન કર્યું છે તેઓ પોતાના જન્મદિવસ ની ઉજવણી પ્રાથમિક શાળાના બાળકો ને ભોજન કરાવીને પરીવાર તથા મિત્ર સર્કલ સાથે સાદગીપૂર્ણ જન્મદિવસની ઉજવણી કરશે