આજ રોજ દિલ્હીના શિક્ષણમંત્રી અને રાજ્યસભા સાંસદ તથા 'આપ' ગુજરાત પ્રદેશ સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં 'આપ' ગુજરાતના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.  

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય ગતિવિધીઓ જોવા મળી રહી છે. આપ, કોંગ્રેસ અને બીજેપીના નેતાઓના ગુજરાત પ્રવાસ યોજાઈ રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓના પ્રવાસો સતત ગુજરાતમાં યોજવામાં આવી રહ્યા છે.

સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા અને ઉપમુખ્યમંત્રી સિસોદીયા આજે અમદાવાદમાં કેટલીક મહત્વપૂર્ણ મુલાકાતો અને મીટીંગ કરશે. આ ઉપરાંત ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ પણ આવશે તેઓ પણ પાર્ટીના નેતા-કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરશે.

1 સપ્ટેમ્બરના રોજ અરવિંદ કેજરીવાલજી તથા ભગવંત માનજી કચ્છ ખાતે એક જંગી જનસભા ને સંબોધિત કરશે. તેમના પણ બે દિવસના કાર્યક્રમો ગુજરાતમાં યોજાઈ રહ્યા છે. ત્યારે ખાસ કરીને આ બન્ને નેતાઓ સભા ગજવશે ત્યારે મનિષ સિસોદીયા અને રાઘવ ચઢ્ઢા દ્વારા સંગઠનાત્મક કામગિરીને લઈને તેમજ પ્રચાર નિતીને લઈને કેટલીક મહત્વની વાત ગુજરાના કાર્યકરો અને નેતાઓે સમક્ષ રજૂ કરશે.