છેલ્લા દોઢ વર્ષથી ઉધોગનગર પો.સ્ટે NDPS ના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પોરબંદર એસ.ઓ.જી

જુનાગઢ રેન્જના  નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબ તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક  ડો.રવિ મોહન સૈની સાહેબનાઓની સૂચના દ્વારા પોરબંદર જીલ્લાના નાર્કોટીકસના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવા અંગેની  પોલીસ ઇન્સ્પેકટર એચ.બી.ધાંધલ્યાનાઓને સૂચના આપવામાં આવેલ જે સુચના આધારે ઉધોગનગર પો.સ્ટે  એન.ડી.પી.એસ. કલમ ૮(સી) ૨૦ બી .૨૯ મુજબ ના આરોપી કિલોલ જોષી અમદાવાદ હોવાની એ.એસ.આઇ કે.બી.ગોરાણીયા તથા પો.હેડ.કોન્સ આર.એસ.ચાંઉ તથા પો.કોન્સ સમીરભાઇ જુણેજાનાઓની સંયુકત બાતમી આધારે અમદાવાદ ખાતે સદર જગ્યાએ એસ.ઓ.જી ટીમને રવાના કરેલ અને અમદાવાદ ખાતે તેના રહેણાંક મકાનેથી કીલોલ મનહરલાલ જોષી ઉ.વ ૩૮ રહે અમદાવાદ વાળાને પુછપરછ માટે પોરબંદર લાવતા પુછપરછ દરમ્યાન સદર મુદામાલ કબ્જે કરેલ તે પોતે આપેલ હોવાની કબુલાત આપતા મજકુર ને સી.આર.પી.સી ૪૧ (૧) (આઇ) મુજબ અટક કરી ઉધોગનગર પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

આ કામગીરીમાં  PI એચ.બી.ધાંધલ્યા તથા એ.એસ.આઇ કે.બી.ગોરાણીયા તથા પો.હેઙકોન્સ રવિભાઇ ચાંઉ, મોહીતભાઇ ગોરાણીયા,સરમણભાઇ રાતીયા તથા પોલીસ કોન્સ.વિપુલભાઇ બોરીચા, સમીરભાઇ જુણેજા, વિપુલભાઇ બોરીચા, સંજયભાઇ ચૌહાણ, ભીમાભાઇ દેવાભાઇ, તથા  એ.એસ.આઇ માલદેભાઇ પરમાર તથા ડ્રા.પો.હેડકોન્સ ગીરીશ વરજાંગભાઇનાઓ રોકાયેલ હતા.