માઁ અંબા જગદમ્બા ના પવિત્ર નવરાત્રી નાં " પાંચમા " નોરતે દેવ નગરી મહેમદાવાદ શહેરમાં કૈલાશ પાર્ક સોસાયટી નાં કોમન પ્લોટ ખાતે "" 1008 દિવાની મહાઆરતી તેમાં માઁ નાં પરમ ભક્ત એવા "" રોહિત પટેલ "" સ્વયંમ પોતાના શરીર ઉપર અલૌકિક સ્ટેન્ડ ધારણ કરી" 551" દીવડા પ્રગટાવી માઁ અંબા ની મનમોહક મહાઆરતી કરતા માઁ ના ભક્તો બનીયા ભાવવિભોર..!! સમગ્ર વતાવરણ બનીયુ... ભક્તિમય.....!!!!!!!!!!!!!

 

    દેવ નગરી મહેમદાવાદ શહેર મા આવેલ " કૈલાશ પાર્ક સોસાયટી " નાં કોમન પ્લોટ મા પાંચમા નોરતે " 1008 દિવા ની મહાઆરતી નું કોમન પ્લોટ મા "કૈલાસપાર્ક યુવક મંડળ " દ્વારા ભવ્ય મહાઆરતી નો કાર્યક્રમ યોજાયો....

  આ શુભ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એવા ગૌતમસિંહ ચૌહાણ, નિલેશ પટેલ, મહેમદાવાદ બ્રહ્મ સમાજ ટીમ, મહેમદાવાદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ મનીષાબેન પાન્ડવ, કમલેશ પાંડવ, ઉપપ્રમુખ જે. કે. શાહ (મેડિકલ ), જેવા અનેક માનવન્તા મહેમાનો સાથે દેવ નગરી મહેમદાવાદ ના ધર્મપ્રેમી પ્રજાજનો ની જનમેદની આ મહાઆરતી નો લાભ લેવા પધારી હતી.

     આ "551" દીવડા ની ભવ્ય મહા આરતી કરનાર ઉમરેઠ તાલુકાના લિંગડા ગામ ના વતની "રોહિત પટેલ "જેઓ લગભગ છેલ્લા 15 થી 20 વર્ષ થી આ માઁ ની આરતી કરી રહ્યા છે અને માઁ ના પવિત્ર ધામ અંબાજી જેવા અનેકો મંદિરો તેમજ શહેરો મા આરતી કરેલ હોઈ અને પોતાની પાસે સારી જમીન હોવાથી પોતે ખેડૂત હોઈ અને પોતાનો દીકરો વિદેશ મા વસવાટ કરે છે આમ સર્વસંપન્ન સુખી હોવા છતાં અને સૌ પ્રથમ નડિયાદ માઈ મંદિર મા આવી આરતી નિહાળી પોતાના ગુરુદેવ થી પ્રેરણા મળતા અને માઁ ની અસીમ કૃપા થી તેઓ ઘણા વર્ષો થી આરતી કરે છે છતા પણ શરીર ઉપર કોઈ પણ પ્રકારની તકલીફ વગર... ઇજા વગર આ " મહાઆરતી " આવીરત કરતા આવીયા છે.

   આમ લગભગ દસ વર્ષ પહેલા શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાને આવા વિશેષ દીવડાઓ થી ઝગમગતી આરતી થઈ હતી ત્યારબાદ દેવ નગરી એવા મહેમદાવાદ શહેરમાં લોકમુખે ચર્ચા મુજબ સૌ પ્રથમ આયોજન કરવામાં આવતા આજુબાજુ ના સોસાયટી વિસ્તાર ની સાથે સાથે મોટી માત્રા મા માઇભક્તો અને દેવ નગરી એવી મહેમદાવાદ શહેર ની ધર્મપ્રેમી પ્રજા એ આ મહાઆરતી મા જોડાઈ દર્શન નો લાભ લીધો હતો.