September 30, 2022

વડોદરા શહેરમાં આવેલા વાસણા વિસ્તારમાં વહેલી સવારે 8 વાગ્યે ગેસની બોટલમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો જેમાં આજુબાજુના 8થી વધુ મકાનો અને વાહનોને નુકસાન થવા પામ્યું છે. તેની સાથે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં બે ના મોત થયાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.