જેની જોતા હોત વાટ...એ ઘડી આવી... બે વર્ષની લાંબી આતુરતાના અંતે નવરાત્રીની શરૂઆત થઇ છે સિહોરની શ્રેષ્ઠ નવરાત્રી લાયન્સ કલબ અને ગણપુલે મંડળ રાસોત્સવમાં ત્રીજા નોરતે અને પહેલા દિવસે જમાવટ થઈ છે અને મોટી સંખ્યામાં બહેનોને ગરબા રમતા જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. પ્રારંભમાં માતાજીની આરાધના કર્યા પછી ગરબાની શરૂઆત થઈ હતી. આધશક્તિ માં જગદંબાના નવલાં નોરતાંનું અનેરું મહત્વ છે. ત્યારે હાલ નવરાત્રિ મહોત્સવની શરૂઆત થઈ છે ત્યારે ખેલેયા મન મૂકી રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે, આસ્થાનું અનેરું પર્વ એટલે નવરાત્રિ. જગતજનની માં અંબાની ભક્તિ અને શક્તિનું પર્વ શરૂ થયું છે, નવરાત્રિના ત્રીજા દિવસે ખેલૈયાઓ અદમ્ય ઉત્સાહ સાથે રાસની રમઝટ બોલાવી હતી. કોરોના વખતે માત્ર માતાજીની આરતી કરી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે માતાજીની છબીની સ્થાપના શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યા બાદ ખેલાયા મન મુકીને ગરબે ઘુમી રહ્યા છે. ગરબાના અવનવા સ્ટેપ સાથે નવરાત્રિની ઉત્સાહભેર ઉજવણી સિહોરના બંધન પાર્ટીપ્લોટ ખાતે લાયન્સ કલબ અને ગણપુલે મંડળ આયોજિત રાસોત્સવના પહેલા દિવસે માતાજીના ગરબા ગાય અવનવા સ્ટેપ સાથે નવરાત્રિની ઉત્સાહભેર ઉજવણી થઈ છે.