હાલોલ ટાઉન પોલીસ મથક ખાતે આજે ગુરૂવારના રોજ જનતા અને પોલીસ વચ્ચેના સુમેળ ભર્યા સંબંધોને જાળવી રાખવા તેમજ પરસ્પર સમન્વયનો સેતુ સાધવાના શુભ હેતુ સાથે અને હાલોલ નગર ખાતે ઉદભવતી વિવિધ સમસ્યાના નિરાકરણ માટે  પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલોલ ટાઉન પોલીસ દ્વારા પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં લોક દરબાર 2024 નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આજના આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તેમજ હાલોલના નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડે હાલોલ નગર ખાતે ઉદભવતી ટ્રાફિકની સમસ્યા,પોલીસ મથકમાં ઓછા સ્ટાફ,સહિતના વિવિધ લાગતા વળગતા મુદ્દાઓની ઉપસ્થિત અગ્રણીજનોની રજૂઆતને સાંભળી વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરી સલાહ સુચનો અને માર્ગદર્શનની આપ-લે કરી હતી અને નગરજનો કાયદો વ્યવસ્થાને લગતી વિવિધ સમસ્યાઓનો નિકાલ લાવવા માટેની બાંહેધરી આપી હતી જ્યારે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ જાહેર જનતા અને પોલીસ વચ્ચે હંમેશા પરસ્પર મિત્રતા જેવા સુમેળભર્યા સંબંધો સાચવી રાખવા માટે પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વયનો સેતુ સાધવા માટેની હાકલ કરી હતી જ્યારે હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વિ.જે. રાઠોડે પણ નગર ખાતે તમામ પ્રકારની સુરક્ષા સલામતીની ખાતરી આપી નગરજનોના સાથ સહકાર થકી નગરમાં શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટેની પણ વાત કરી હતી આ પ્રસંગે હાલોલ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ.ચૌધરી હાલોલ શહેરના હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીજનો પત્રકારો તેમજ પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા.