સુરતમાં 5 વર્ષના બાળક Aથી 7 ના તમામ અક્ષરોમાં સરકાર ની જુદી જુદી યોજનાઓ મોઢે બોલ્યો.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સુરતમાં ગોડાદરાથી લિંબાયત સુધી રોડ શો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વડાપ્રધાનને જોવા લોકોની ભીડ ઊમટી પડી હતી. આ બધાની વચ્ચે પાંચ વર્ષનો બાળક રિશી પુરોહિત મોદીના વેશમાં આવ્યો હતો, જે તમામમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો. આ બાળક Aથી 7ના તમામ અક્ષરોમાં સરકારની જુદી જુદી યોજનાઓ મોઢે બોલ્યો હતો.