જીએમસી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પોરબંદરના પ્રતિષ્ઠિત બિઝનેસ પર્સન્સ સમક્ષ તેમના સર્જનાત્મક બિઝનેસ આઈડિયા અને બિઝનેસ કોન્સેપ્ટ્સ રજૂ કરવાની તક આપવા માટે એક અનોખી ઈવેન્ટ GMC શાર્ક ટેન્ક - 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ, હેલ્થ, એપ ડેવલપમેન્ટ, એજ્યુકેશન, ફન અને એન્ટરટેઈનમેન્ટ જેવા ક્ષેત્રોને આવરી લેતા 19 બિઝનેસ કોન્સેપ્ટ જજીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તેઓએ બિઝનેસ કોન્સેપ્ટ્સ, એકાઉન્ટિંગ પ્રોસેસ, બિઝનેસ ડેવલપમેન્ટ, માર્કેટિંગ,નાણાકીય જરૂરીયાત અને બિઝનેસ કેવી રીતે આગળ વધારવું તે સહિતનું વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું. 

માનનીય મુખ્ય મહેમાન  જીગ્નેશભાઇ કારીયા (પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ),  સાજનભાઈ ઓડેદરા (મારુતિ ફિનટેક),  કાનજીભાઈ જુંગી (સિલ્વર સી ફૂડ),  સાગરભાઇ મોદી (સ્માર્ટ ટ્રાવેલ્સ),  સંદીપભાઇ રાણીંગા (ઝેવર જ્વેલર્સ),  તુષારભાઇ લાખાણી (મફતલાલ ફેમિલી શોપ),  રોહિતભાઇ લાખાણી (આરજે ફાયનાન્સિયલ્સ) બાળકોને પ્રોત્સાહિત કરવા નિર્ણાયક તરીકે હાજર રહ્યા હતાં. તેમજ  પુનિત વ્યાસ અને  રાકેશ બુમતરીયા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા અને સરકારી સ્ટાર્ટઅપ યોજના દ્વારા ભંડોળ મેળવવા માટેની માહિતી આપવા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિર્ણાયકો માટે પરિણામ આપવું ખૂબ જ મુશ્કેલ હતું. જો કે ચુકાદામાંથી પાંચ વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી જેમાં ફૂડ કોર્ટ , ચાટ અપ, સેફ સવારી, લાઇબ્રેરી ઓન વ્હીલ્સ, વર્કર્સ સ્ટોપ અને ક્રિફી 24/7 ને સેલેક્ટ કરેલ હતો પણ દરેકે પ્રતિયોગી તેમના વ્યવસાય ને ખૂબ જ નવીન અને સર્જનાત્મક રીતે રજૂ કર્યા હતા. શાળાકક્ષાએ થી વિજેતાઓને માર્ગદર્શન આપવામાં આવશે અને અમુક પ્રોજેક્ટ્સ ને શાળા દ્વારા શરતો આધીન જરૂરિયાત મુજબ ભંડોળ આપવામાં આવશે. નિર્ણાયકો એ પણ પસંદ કરેલા વ્યવસાયિક વિચારોને સમર્થન અને ભંડોળ આપવામાં ઊંડો રસ દર્શાવ્યો હતો. એકંદરે આ કાર્યક્રમ બાળકો માટે બીઝનેસ શીખવાનો એક વિશેષ અવસર હતો. 


આચાર્ય ગરિમા જૈન અને શિક્ષકોએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ડિરેક્ટર પૂર્ણેશ જૈને વિદ્યાર્થીઓના આ પ્રયત્નોની પ્રશંસા કરી હતી અને નિર્ણાયકોનો તેમની આદરણીય હાજરી બદલ આભાર માન્યો હતો.