સુરતખાતેગોડાદરા હેલિપેડથી લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડ સભાસ્થળ સુધી વડાપ્રધાનશ્રીનો મેગા રોડ શો યોજાયો

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સુરત ખાતે ગોડાદરા હેલિપેડથી લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડ સભાસ્થળ સુધી વડાપ્રધાનશ્રીનો મેગા રોડ શો યોજાયો

રોડ શોમાં ગરબા, લાવણી, વિઠ્ઠલ નૃત્ય અને દક્ષિણ ગુજરાતના ખાસ આદિવાસી ડાંગી નૃત્ય દ્વારા અનેક કલાવૃંદોએ વડાપ્રધાનશ્રીનું અભિવાદન કર્યું

‘ભારત માતાની જય’ના જયઘોષ સાથે રોડ શોમાં ઠેર-ઠેર તિરંગા લહેરાવીને લોકોએ વડાપ્રધાનશ્રીના વધામણા કર્યા

      વડાપ્રધાનશ્રીની સુરત મુલાકાત દરમિયાન ગોડાદરા સ્થિત મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કુલના મેદાનમાં તૈયાર કરાયેલા હેલિપેડથી લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડ સભાસ્થળ સુધીના ૨.૭૦ કિલોમીટરના રૂટ પર વડાપ્રધાનશ્રીનો મેગા રોડ શો યોજાયો હતો. જેમાં સુરતવાસીઓ તેમનું ઉમળકાભેર સ્વાગત અભિવાદન કર્યું હતું. સુરતમાં વસતા વિવિધ સમાજના અગ્રણીઓ-સમાજબંધુઓ અને નાગરિકોએ પુષ્પવર્ષાથી વડાપ્રધાનશ્રીને વધાવ્યા હતા. 

                 રોડ શોમાં રોડની બંન્ને તરફ વિશાળ સંખ્યામાં જનમેદની એકઠી થઇ હતી. ‘ભારત માતાની જય’ના જયઘોષ સાથે રોડ શોમાં ઠેર-ઠેર તિરંગા લહેરાવીને લોકોએ વડાપ્રધાનશ્રીના વધામણા કર્યા હતા.

              રોડશોમાં ગરબા, લાવણી, વિઠ્ઠલ નૃત્ય અને દક્ષિણ ગુજરાતના ખાસ આદિવાસી ડાંગી નૃત્ય દ્વારા અનેક કલાવૃંદોએ વડાપ્રધાનશ્રીનું અભિવાદન કર્યું હતું. લોકોનો અનેરો ઉત્સાહ અને ઉમંગ, રોડની બંન્ને તરફ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓના બેનરો અને રંગબેરંગી સુશોભનો દ્વારા લિંબાયત વિસ્તારમાં દિવાળી પહેલાં જ દિવાળીના આગમનનું તાદ્રશ્ય ચિત્ર નિર્માણ થવા પામ્યું હતું. 

               વડાપ્રધાનશ્રીએ પોતાના વાહન અંદરથી બે હાથ જોડી માન-સન્માનપૂર્વક લોકોના આવકાર અને લાગણીભીના અભિવાદનને ઝીલ્યું હતું. 

                  સ્થાનિક ગરબા કલાવૃંદના સભ્ય ચાંદનીબેન બારોટે ખૂબ ઉત્સાહપૂર્વક જણાવ્યું કે, આજે અમારા માટે ખૂબ જ ગર્વ અને આનંદ-ઉત્સવનો દિવસ છે. વડાપ્રધાનશ્રીને ફોટામાં જોયેલા પરંતુ આજે અહીં રૂબરૂ જોવા મળ્યા એ લાગણી શબ્દમાં વર્ણન થઇ શકે એમ નથી. 

               વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનને પોતાના વિસ્તારમાં વધાવતા સ્થાનિક રહેવાસી આતિશભાઇ સોલંકીએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે લિંબાયત વિસ્તાર અને સુરત શહેરને જાણે દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. નવરાત્રિના પાવનપર્વ દરમિયાન શહેરને મળતી અનેક પ્રકલ્પોની ભેટ મા આદ્યશક્તિના પ્રસાદરૂપ છે.