સરકારશ્રી દ્વારા વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણાને હાઇ સમાન ગણી લોકોના પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે મળી રહે તેવા શુભ આશય સાથે ૮માં તબકકાના 'સેવાસેતુ'' કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજુલા તાલુકાનો ગ્રામ્ય કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ તા.૦૧/૧૦/૨૦૨૨ ને સવારે ૯.૦૦ કલાકે ડુંગર ગામે જમકબાઈ કન્યા શાળા ખાતે યોજાનાર હોય આ સેવાસેતુમાં ડુંગર,માંડળ,મોરંગી,મોભીયાણા નાના-મોટા,રામપરા-૧, ડુંગરપરડા, ડોળીયા,ખારી,છાપરી,બાલાપર,મસુંદડાનાના-મોટા,રીંગણીયાળા-મોટા,હડમતીયા,ખાંભલીયા,દેવકા,ગાંજાવદર,ઉટીયાકુંભારીયા,રાજપરડા,નેસડી-૧,સાંજણાવાવ,રાભડા,ઝીંઝકા વિગેરે તમામ ગામોના લોકોને સરકારશ્રીના અલગ-અલગ વિભાગોની સેવાઓ અને યોજનાકીય લાભો એક જ સ્થળ પર મળી રહે તે માટે ઉપરોકત ગામના લોકોને આ ''સેવા સેતુ'' નો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.....

આ ઉપરાંત રાજુલા તાલુકાનો શહેરી કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ તા.૦૧/૧૦/૨૦૨૨ ને સવારે ૯.૦૦ કલાકે ટી.જે.બી.એસ કન્યા વિદ્યાલય,તળાવ પાસે,રાજુલા ખાતે યોજાનાર હોય આ સેવાસેતુંમાં રાજુલાના તમામ વોર્ડના લોકોને લાભ લેવાઅનુરોધ કરવામાં આવે છે. મામલતદારની યાદીમાં જણાવેલ છે.......

રીપોર્ટર:- ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.