ઊંઝા શહેરની હિમાની દીક્ષિતભાઈ પટેલ પ્રથમ વિધાર્થીની છે જેને એક વર્ષ દરમ્યાન 361 અલગ અલગ સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યા જેમાં મેળવેલ સર્ટિફિકેટ રમત-ગમત, કવિઝ, સામાજિક સેવાઓ. આધ્યાત્મિક ક્ષેત્રે વિવિધ કલા ક્ષેત્રે ઓનલાઈન સેમિનાર અને ઓનલાઈન વર્કશોપ અને અનેક સર્ટીફીકેટનો સમાવેશ થાય છે. માટે કોલેજના પ્રસ્થાપકોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને સમાજના અનેક કાર્યોમાં સતત કાર્યરત એવા આ પ્રશિક્ષણાર્થી બહેનના અભ્યાસમાં સંતુલન અને એમની પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી આવી હતી.

ઊંઝા શહેરની હિમાની પટેલ ભારત-તિબ્બત સંઘ મહેસાણા જિલ્લા મહિલા ઈકાઈમાં જિલ્લા સચિવ તરીકેની ફરજ બજાવે છે અને હિન્દુ એકતા, સનાતન ધર્મનું રક્ષણ, સમાજ સેવા જેમાં ખાસ કરીને યુવા પેઢીને ભારતીય સનાતન સંસ્કૃતિનું મૂલ્ય સમજાવવું આવા સેવાકીય કાર્યક્રમો પણ હિમાની પટેલ દ્વારા કરાય છે. ગતરોજ APMCના કાર્યક્રમમાં પધારેલ ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હિમાની પટેલનું સન્માન કર્યું હતું.