પી.પી.જી.એકસપેરિમેન્ટલ હાઇસ્કુલની વિદ્યાર્થીનીની રાજ્ય કક્ષાની ચિત્રસ્પર્ધા માટે થયેલ પસંદગી.
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત પાટણની પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલની કુલ ત્રણ કૃતિઓ નશામુક્ત ભારત અભિયાન વિષય અંતર્ગત બી. ડી. સાર્વજનિક વિદ્યાલય ખાતે આયોજિત જિલ્લા કક્ષાની સ્પર્ધા માં ભાગ લીધેલ. જે પૈકી ચિત્ર સ્પર્ધામાં દરજી હેલી સમગ્ર જિલ્લા માં પ્રથમ ક્રમે વિજેતા બનેલ છે તથા મહેતા ઊર્મિ નિબંધ સ્પર્ધા માં તૃતીયક્રમે વિજેતા બનેલ છે .
આ બંને વિદ્યાર્થીની ઓએ શાળાનું, સમાજનું તથા સમગ્ર પાટણ જિલ્લાનું જ્યારે ગૌરવ વધારેલ છે ત્યારે બંને દીકરીઓ તથા માર્ગદર્શક શિક્ષક શ્રી ઝેડ.એન સોઢા ને NGES કેમ્પસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ.જે .એચ. પંચોલી સર તથા શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી ધનરાજભાઇ ઠક્કર અને સમગ્ર શાળા પરિવારે અભિનંદન આપી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.