મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પી.એમ.કેર ફોર ચિલ્ડ્રન યોજના અમલીકરણ કરવામાં આવેલ છે. જેમાં કોરોનાના કારણે તા.૧૧/૦૩/૨૦૨૦ બાદ અનાથ થયેલ બાળક, એવા બાળકો કે જેના માતા / પિતા પૈકી કોઈ એકનું મૃત્યુ કોરોના ૫હેલા થયેલ હોય અને એક વાલીનું મૃત્યુ કોરોનાને કારણે થયેલ હોય તથા કાયદાકીય વાલી અથવા એ વાલી જેમણે બાળકને દત્તક લીઘેલ હોય તેવા વાલીનું મૃત્યુ કોરોનાને કારણે થયેલ હોય તેવા બાળકોને આ યોજના અંતર્ગત લાભ આ૫વામાં આવેલ છે. 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ખેડા જિલ્લામાં આ યોજના અંતર્ગત ૯-બાળકો લાભ મેળવી રહ્યા છે. આ તમામ બાળકો તથા વાલીઓ સાથે કલેકટરના અઘ્યક્ષસ્થાને રીવ્યુ બેઠક યોજવામાં આવેલ. જેમાં જિલ્લા બાળ સુરક્ષા અઘિકારી દ્વારા બાળકોનો ત્રિમાસીક ફોલોઅ૫ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ બાળકોને સરકારશ્રીની વિવિઘ યોજનાઓના મળી રહેલ લાભો, શૈક્ષણિક પ્રગતિ વિશે અને સ્વાસ્થ્ય અંગેની ચર્ચા તેમજ સમીક્ષા કરવામાં આવેલ. વઘુમાં, કલેકટર દ્વારા આગામી સમયમાં બાળકોના શિક્ષકો તથા શાળા/કોલેજના આચાર્યો સાથે બાળકોના શૈક્ષણિક મુલ્યાંકન તથા સમીક્ષા અર્થે ઓનલાઇન વીડિયો કોન્ફરન્સના માઘ્યમથી વર્ચ્યુલ મીટીંગ યોજવા સૂચના આ૫વામાં આવેલ હતી. 

આ ઉપરાંત આ બાળકોના વાલીઓને અન્ય કોઈ સરકારી યોજનામાં કોઈ પ્રકારની તકલીફ પડતી હોય તો કલેક્ટર કચેરીનું ધ્યાન દોરવા અનુરોધ કર્યો હતો. સાથે સાથે આ બાળકો પૈકી જે બાળકોને 18 વર્ષ પૂર્ણ થયેલ હોય તે બાળકોના નામ મતદાર યાદીમાં ઉમેરવા સૂચના આપવામાં આવી હતી. કલેકટર દ્વારા બેઠકમાં ઉપસ્થિતિ તમામ બાળકો તથા વાલીને ચોકલેટ આપી વધાવવામાં આવ્યા હતા

આ બેઠકમાં જિલ્લા વિકાસ અઘિકારી મેહુલભાઈ દવે, નિવાસી અઘિક કલેકટર બી.એસ.પટેલ, પોસ્ટ માસ્ટર-જીપીઓ, પ્રોબેશન ઓફિસર-સમાજ સુરક્ષા, જિલ્લા બાળ સુરક્ષા અઘિકારી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમના તમામ કર્મચારીગણ હાજર રહેલ.