કોસિન્દ્રા ભઠ્ઠા પર ખાણ ખનિજ વિભાગની રહેમ રાહે રોયલ્ટી વિના માટી ખનન

આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાંક વર્ષોથી પરવાનગી વિના ગેરકાયગેસર ઇંટોના ભઠ્ઠા ધમધમી રહ્યા હતા. આ ભઠ્ઠાના માલીકો તમામ નિતીનિયમો નેવે મુકીને ઇંટની ભઠ્ઠીઓ ચલાવી રહ્યા હતા. જેને લઇને જિલ્લા કલેક્ટરે તાલુકાના મામલતદારને ગેરકાયદેસર ચાલતા ઇંટ ભઠ્ઠાને સીલ કરવા આદેશ કર્યો હતો. આ આદેશને પગલે મામલતદારો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અંદાજે 18 જેટલા ઈંટોના ભઠ્ઠા સીલ કરાયા છે.જેમાં હજુપણ સરકારી નીતિનિયમોને નેવે મૂકી ગેરકાયદે ઈંટ ભઠ્ઠા પર ખેડૂતોની ફળદ્રુપ માટી ભઠ્ઠા પર નાખવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં આંકલાવ તાલુકાના કોસિન્દ્રા લાલપુરા પાસે આવેલા અનમોલ ઈંટ ભઠ્ઠા પર ઇંટો પાડવા માટે ઉપયોગમાં લેવાતી માટીનો ગેરકાયદે ગોરખધંધો ભઠ્ઠા માલિક દ્વારા બેફામ રોકટોક સરકારી તંત્રને રહેમ રાહ હેઠળ ચાલી રહ્યો છે જેમાં ભઠ્ઠા માલિક દ્વારા ગેરકાયદે ભઠ્ઠામાં ખેડૂતોને પૈસાની લાલચ આપી ફળદ્રુપ જમીન ગેરકાયદે મોટા પાયે ડમ્પરો અને જેસીબી વડે ભઠ્ઠા પર માટી નાખવામાં આવે છે 

        આંકલાવ તાલુકાના કોસિન્દ્રા લાલપુરા પાસે આવેલા અનમોલ બ્રિક્સ પર આજુબાજુના વિસ્તારની ફળદ્રુપ જમીનની માટી ઈંટો બનાવવા માટે સારી ગુણવત્તાવાળી છે. જેના કારણે ભઠ્ઠા માલિકો બેફામ બન્યા છે ગામોમાં ઈંટો બનાવવાનો વ્યવવસાય ફૂલ્યો ફાલ્યો છે. મોટે ભાગની જમીનમાં ઈંટના ભઠ્ઠા વર્ષોથી ધમધમતા હોય. હાલની પરિસ્થિતિમાં ગામોમાં માટીની અછત વર્તાઈ રહી છે. માટી કોઈપણ પ્રકારની પાસ પરમીટ, સરકારી રોયલ્ટી કે મંજૂરી વિના આંકલાવ તાલુકાના અનેક ગામોમાંથી લાવવામાં આવે છે. જે માટી ગેરકાયદે લવાતી હોય છે. માટી ઈંટોના ભઠ્ઠાના માલિકોને પુરો પાડવામાં આવે છે. બેરોકટોક ચાલતાં ધંધાને કોઈ સરકારી અધિકારીઓ અટકાવતાં નથી. જો ઈંટોના ભઠ્ઠા પર નાખેલી માટીની રોયલ્ટી અને મંજૂરી અંગે તપાસ કરવામાં આવે તો ગેરકાયદે ચાલતું માટી ચોરીનું કૌભાંડ બહાર આવે તેમ છે.