ઝાલોદ થી દાહોદ જતાં હાઇવે રોડ પર બે ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત
અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયેલ છે અને ઇજાગ્રસ્તોને દાહોદ ઝાયડસ ખાતે દાખલ કરેલ છે
તારીખ 02-09-2022 શુક્રવારનાં દિવસે બપોરે 3:30 વાગે ઝાલોદ થી દાહોદ જતાં હાઈવે પર દશા માતા મંદિર નજીક કાળીમહુડી મુકામે મહિન્દ્રા કંપનીની સુપ્રો સી.એન.જી વાળી નંબર વગરની ગાડી પૂરઝડપે હંકારતા ઈકો ગાડી જીજે ૧૭ બી.એચ ૬૧૬૮ નંબરની ગાડીને ટક્કર વાગતા એક્સીડેન્ટ થયેલ હતું તેમાં ઈકો ગાડીના ચાલક નરેન્દ્રસિંહ ખાંટને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ થયેલ હતી સાથે ભરતસિંહ ખાંટને પણ ગંભીર ઈજાઓ પહોંચાતા તેમનું મૃત્યુ થયેલ છે ,નરેન્દ્રસિંહને દાહોદ ઝાયડસ ખાતે દાખલ કરવામાં આવેલ છે, આમ મહિન્દ્રા ગાડીના ચાલક વિરુધ્ધ લીમડી પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ છે