ખેડા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટના તાબા હેઠળના વિસ્તાર માટે માહે ઓકટોબર–૨૦૨૨ માં આવતાં દિવાળીના તહેવારો દરમ્યાન દારૂખાનાના સંગ્રહ તથા વેચાણ માટે હંગામી પરવાનો સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, ખેડા ખાતેથી આપવામાં આવશે. જે માટે ઈચ્છુક અરજદારોએ તા.૦૬/૧૦/૨૦૨૨ સુધીમાં સંપૂર્ણ વિગતો સાથેની અરજીઓ ત્રણ નકલમાં આ કચેરીમાં રજૂ કરવાની રહેશે. જિલ્લા અરજદારોની સવલત ખાતર ફોર્મ એ.ઇ - પની અરજીના નમૂના જે તે તાલુકા મામલતદાર કચેરીમાં મોકલી આપવામાં આવેલ છે. જેથી દૂરના અને ગ્રામ્ય વિસ્તારના અરજદારોએ તેમના તાલુકાની મામલતદાર કચેરીનો સંપર્ક સાંધવાનો રહેશે.
અરજી નિયત નમૂના ફોર્મમાં એ.ઈ.-૫ ની ઉપર રૂા.૩/– ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવી તેની ત્રણ નકલમાં અરજીઓ ખેડા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, ખેડાની કચેરીએ તા.૦૬/૧૦/૨૦૨૨ સુધીમાં રજુ કરવાની રહેશે. આ અરજી સાથે (૧) ૦૦૭૦ – O.A.S સદરે રૂ.૭૦૦/- (રૂ।.૨૦૦/- તપાસણીના તેમજ રૂા.૫૦૦/– દારૂખાનું રાખવાનો પરવાનો મંજૂર કરવાની) પરવાના ફી પેટે ચલણથી જમા કરાવી તેનું અસલ ચલણ (૨) ધંધાના સૂચિત સ્થળની ૧૫ મીટરની ત્રિજયામાં આવેલ અન્ય દુકાનોના ધંધાનો પ્રકાર, શાળા, કોલેજો, હોસ્પિટલો, સળગી ઉઠે તેવા પદાર્થોનું ગોડાઉન, પેટ્રોલ પંપ કે રક્ષિત ઈમારતો આવેલી હોય તો તેની સ્પષ્ટ વિગતો દર્શાવતો નકશો, (૩) જગ્યાની માલિકી બાબતના પુરાવ, ભાડાની દુકાન હોય તો ભાડા કરાર અને ભાડે દુકાન આપનાર માલીકનો રૂા.૨૦/-ના સ્ટેમ્પ પેપર પર સંમતિ જવાબ (૪) નગર પંચાયત/ગ્રામ પંચાયત/નગર પાલિકાનું “ના વાંધા પ્રમાણપત્ર” (એન.ઓ.સી) (૫) ફાયર સેફ્ટીની વ્યવસ્થા અંગેનું પ્રમાણપત્ર વગેરે તમામ આધાર-પુરાવા રજૂ કરવાના રહેશે.
તા.૦૬/૧૦/૨૦૨૨ બાદ મળેલ અરજીઓ તથા અધૂરી વિગતોવાળી અરજીનો વિચારણામાં લેવામાં આવશે નહી એમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરી, ખેડા દ્વારા જણાવવામાં આવેલ છે.