સાવરકુંડલાના છાપરીમા રહેતી એક મહિલાને તેના પતિ સહિત સાસરીયાએ શારીરિક માનસિક ત્રાસ ગુજારી મરી જવા મજબુર કરતા આ મહિલાએ ગળાફાંસો ખાઇ લીધો હતો . બનાવ અંગે મહિલાના પિતાએ ત્રણ શખ્સો સામે તેની દીકરીને મરી જવા મજબુર કરવા સબબ સાવરકુંડલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે . મોટા જીંજુડા ગામે રહેતા બાવચંદભાઇ નનુભાઇ વાઘેલાએ સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યા અનુસાર તેમની દીકરી આરતીબેનને તેના સાસરીયા મા પતિ સંજય ગોબરભાઇ પરમાર , સસરા ગોબરભાઇ , નણંદ દયાબેન વિગેરે શારીરિક માનસિક દુખત્રાસ ગુજારતા હતા . આ ઉપરાંત મારકુટ પણ કરતા હતા.દયાબેનનો પતિ રમેશભાઇ કે જે મૃતક મહિલાના કાકા થતા હોય તે તેડવા આવતા ન હોય તે બાબતે પણ મારકુટ કરી હતી . અને મરી જવા મજબુર કરતા આરતીબેને ગળાફાંસો ખાઇ લીધો હતો.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી