જૂનાગઢમાં લોહાણા સમાજની સંસ્કૃતિને જાળવવા પ્રાચીન નવરાત્રી મહોત્સવની કરવામાં આવી શરૂઆત.

જૂનાગઢ લોહાણાસમાજ દ્વારા પ્રાચીન નવરાત્રી મહોત્સવનો શુભારંભ થયો છે અને સૌ પ્રથમ વખત એક અનોખા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જૂનાગઢમાં ઠેર ઠેર નવરાત્રી મહોત્સવનું આયોજન તો કરવામાં આવે જ છે હાલ દરેક સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન તો કરે જ છે પરંતુ તેમાં અર્વાચીન ડિસ્કો દાંડિયાનું ક્યાંકને ક્યાંક મહત્ત્વ વધી રહ્યું છે ત્યારે જુનાગઢ રઘુવંશી સમાજના યુવાનોએ સંકલ્પ કર્યો કે આપણે આપણી હિન્દુ સંસ્કૃતિ અને આપણો વારસો જાળવી રાખવા છે એટલે માટે ફકત બહેનો માટે જ લોહાણામહાજનવાડી જૂનાગઢઃ સ્થતિ પ્રાચીન નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વનો સૌથી લાંબો નૃત્યોત્સવ એટલે નવરાત્રી મહોત્સવ અને ખાસ કોઈ પણ નવદુર્ગા સ્વરૂપ બાળા હોય જ્યારે ગરબે રમવાની વાત આવે ત્યારે એક અનોખો જ ઉત્સાહ જોવા મળે છે અને માતાજીની આરાધનાનું પર્વ ધામધૂમથી ઉજવાય રહ્યું છે ત્યારે લોહાણા સમાજ જૂનાગઢ દ્વારા લોહાણામહાજનવાડી ખાતે માત્ર લોહાણા સમાજની બહેનો માટે જ પ્રાચિન નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને સમાજ માંથી ખાસ અનેરો ઉત્સાહ અને આવકાર મળી રહ્યો છે.

ખાસ લોહાણા સમાજની નવરાત્રી મહોત્સવની વિશેષતા એ રહી છે કે અહીં માત્ર માતાજીના ગરબા અને કૃષ્ણભક્તિને પ્રાધાન્ય આપીને જ ઉજવણી કરવામાં આવી છે અહીં કોઈ પણ પ્રકારનાં ફિલ્મી ગીતોને પ્રાધાન્ય આપવામાં આવતું નથી.

ખાસ આયોજનને સફળ બનાવવા માટે લોહાણા સમાજનાં વિવિધ સંગઠનો અને મહીલા મંડળ અને યુવક મંડળ તેમજ સમાજના અનેક નામી અગ્રણીઓએ સહયોગ આપ્યો છે અને શેરી ગરબાનું મહ્ત્વ વધારવામાં સફળતા મેળવી રહ્યાં છે.

ત્યારે લોહાણા સમાજ જૂનાગઢ દ્વારા એક એવું પણ જીવંત ઉદાહણ પૂરું પાડવામાં આવ્યું છે કે આપણી સંસ્કૃતિ, આપણો વારસો અને આપણી મર્યાદા સાથે હિન્દુ સંસ્કૃતિનાં તેહવારની ભવ્ય ઉજવણી ધામધૂમથી અને સંસ્કૃતિની મર્યાદામાં રહીને પણ કરી શકાય છે.