મા આધ્યશક્તિ નું મહાપર્વ નવરાત્રી ઉત્સવ ની ઉજવણી હિન્દુ સમાજ દ્વારાજ ઉજવાતી હોય છે ત્યારે પોરબંદરના રાણાવાવ તાલુકાના નકલંક ધામ ઠોયાણા માં  માના નવલા નોરતા નિમિત્તે નકલંક ધામ  દ્વારા મા આધ્યા શક્તિ ની આરાધના એટલે નવદુર્ગા શક્તિ ઉપચના કરાવવામાં આવી રહી છે..નકલંક ધામ માં મહાકાળી માતા તથા મેલડી માના સ્થાન આવેલા છે.તેમજ શનિ દેવ અને રામદેવપીરના ગુરૂ બાબા બાળીનાથ પણ બિરાજે છે  અને આ નવરાત્રી પણ મહાકાળી માં અને મેલડી માં ની ઈચ્છાથી થાય છે. 
નકલંક ધામ  દ્વારા છેલ્લા ચારેક દાયકાથી નકલંક ધામ ના સેવક હિન્દુ મુસ્લિમ  ના નેતૃત્વ હેઠળ આયોજન થઈ રહ્યું છે સાથે આ ગરબી મંડળ માં નાની બાળાઓથી માંડી 12 વર્ષ સુધીની બાળાઓને કોઈપણ જાતની ફી વગર પ્રવેશ આપવામાં આવે છે. બાળાઓ દ્વારા દરોજ અવનવા માતાજી ના ગરબા ઉપર ગરબે ઘુમવામાં આવે છે. પાંચમા કે સત્તામાં નોરતે મહાકાળી માતાની મહા આરતી પણ કરવામાં આવે છે. આ આરતી માં આવેલ બધા માયભક્તો ઘી ના દીવડા પ્રગટાવી માની આરતી કરે છે ઍ દ્રશ્ય અનેરું હોય છે તેમજ નવરાત્રી માં મહાકાળી અથવા મેલડી માના તવા ઉતારવામાં આવેછે એટલું જ નહીં  ઠોયાણા ગામ લોકો અને નકલંક ધામ સેવકો  ગરબી માં ભાગ લેનાર જગદંબા સ્વરૂપ બાળાઓને દરરોજ મનભાવક લાણી નો પ્રસાદ પણ આપવામાં આવે છે. સાથે ગરબીમાં પ્રાચીન પરંપરા અનુલક્ષીને પૌરાણિક ગીતો દ્વારા માતાજીની આરાધના કરાઇ રહી છે ત્યારે આ ગરબી મંડળમાં આસપાસના ગામના  રહેવાસીઓ અને  મિત્રો નો સહયોગ રહેલો છે ત્યારે નવદુર્ગા  શક્તિ ઉપચના ગરબી મંડળ  દ્વારા નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવશે આઠમના દિવસે હોમ હવન સાથે પ્રસાદનું પણ આયોજન કરાઈ રહ્યું છે તેમજ દશેરાના દિવસે ગરબીમાં ભાગ લઈ રહેલ જગદંબા ઓને આકર્ષક લહાણી અને ભેટ-સોગાદો આપી માતાજીને પ્રસન્ન કરાશે ત્યારે પોરબંદરના નકલંક ધામ ઠોયાણા  ખાતે નવદુર્ગા શક્તિ ઉપસના ગરબી મંડળ દ્વારા કોમી એકતાનુ ઉદાહરણ પુરુ પાડ્યું છે