નારી વંદન મહોત્સવ ઉજવણીના ભાગરૂપે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના નરસંડા ગામમાં આવેલ પટેલ વાડીમાં કરવામાં આવી. કાર્યક્રમમાં ઘરેલુ હિંસા, સ્ત્રીઓના રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અન્વયે જાગૃતિ સેમીનાર યોજાયો હતો. કાયદાકીય માહિતી જેવી કે સાયબર ગુનાઓ, She-ટીમ તથા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ડેમોસ્ટ્રેશન- માહિતી, મહિલાલક્ષી યોજનાકીય માહિતી આપવામાં આવી. જેમાં વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને મંજુરી આદેશ આપવામાં આવ્યો.
આ કાર્યક્રમ માં સંરપચ નંરસડા કપીલાબેન, ડેપ્યુટી સંરપચ, ચુંટાયેલા મહિલા સભ્યો, કાયદા તજજ્ઞ પ્રતીક ચોકસી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશલ, દહેજ પ્રતિબંધક અધિકારી, મહિલા પોલીસ સ્ટેશન P.S.I એ.કે રાઠોડ તથા ASI હેમલતાબેન હાજર રહ્યા હતા.